IPL 2020: ચેન્નઈ સુપર કિંગ્સને 217 રનનો ટાર્ગેટ

Published: 22nd September, 2020 21:20 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સેમસન અને સ્મિતની બેટિંગથી RR મોટો સ્કોર કરી શક્યું

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

આજે આઇપીએલની ૧૩મી સીઝનની શારજાહમાં રમાનારી પહેલી મૅચમાં બે ભૂતપૂર્વ ચૅમ્પિયન ટીમની ટક્કર જોવા મળી રહી છે. ૨૦૦૮ની પહેલી સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ શેન વૉર્નના નેતૃત્વમાં વિજેતા બની હતી, જ્યારે કરિશ્માઈ લીડર મહેન્દ્ર સિંહ ધોનીની સેના ૨૦૧૦, ૨૦૧૧ અને ૨૦૧૮માં ચૅમ્પિયન બની હતી. જોકે ચેન્નઈ દર વર્ષની જેમ આ વખતે પણ હૉટ ફૅવરિટ છે અને પહેલી મૅચમાં મુંબઈ જેવી ગયા વર્ષની વિજેતા ટીમને હરાવીને દમદાર શરૂઆત પણ કરી હતી. છેલ્લી ઓવરમાં 3 સિક્સ મારીને 30 રન કર્યા હતા.

રાજસ્થાન રૉયલ્સે પહેલી બેટિંગ કરતા સારો સ્કોર કર્યો હતો. શરૂઆતમાં યશસ્વી જૈસવાલ છ બૉલમાં છ રન કરીને આઉટ થયો હતો જોકે તે પછી કૅપ્ટન સ્ટીવ સ્મિથ અને વિકેટ કીપર સંજુ સેમસન વચ્ચે બીજી માટે 121 રનની પાર્ટનરશીપ થઈ હતી. સેમસન 32 બોલમાં એક ફોર પણ 9 છગ્ગા મારીને 74 રન કર્યા હતા અને સ્ટીવ સ્મિથે 47 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સ મારીને 69 રન કર્યા હતા. મિલરનો દિવસ આજે સારો નહોતો. એક પણ બોલ રમ્યા વિના જ તે રનઆઉટ થયો હતો. રોબિન ઉથપ્પાએ નવ બોલમાં ફક્ત પાંચ રન કર્યા હતા. રાહુલ તેવેતિયાએ આઠ બોલમાં 10 રન, રિયાન પરાગ ચાર બોલમાં છ રન, ટોમ ક્યુરન 9 બોલમાં 10 રન અંતે જોફ્રા આર્ચરે આક્રમક બેટિંગ કરીને આઠ બોલમાં ચાર સિક્સ સાથે 27 રન કર્યા હતા.

sanju

ચેન્નઈનસુપર કિંગ્સના બોલર્સનું આજે વર્ચસ્વ દેખાયુ નહોતું. રવિન્દ્ર જાડેજાએ ચાર ઓવરમાં 40 રન આપ્યા અને એક પણ વિકેટ લીધી નહોતી. પિયુષ ચાવલાએ એક વિકેટ લીધી પરંતુ ચાર ઓવરમાં 55 રન આપ્યા હતા. જોકે દિપક ચહરે ચાર ઓવરમાં 31 રન આપીને એક વિકેટ લીધી હતી. સેમ ક્યુરને ચાર ઓવરમાં 33 રન આપીને ત્રણ વિકેટ લીધી જેમાં સ્ટિવ સ્મિથની વિકેટનો પણ સમાવેશ છે. લુંગી એન્ગિડીએ ચાર ઓવરમાં સૌથી વધુ 56 રન આપીને એક વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK