ધોની ૨૦૨૧ ને ૨૦૨૨માં પણ ટીમનો ભાગ રહી શકે એવી CSKના CEO વિશ્વનાથને આશા

Published: Aug 13, 2020, 14:13 IST | Agencies | Mumbai Desk

ધોની ૨૦૨૧ ને ૨૦૨૨માં પણ ટીમનો ભાગ રહી શકે છે એવી ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ વિશ્વનાથને આશા

મહેન્દ્ર સિંહ ધોની
મહેન્દ્ર સિંહ ધોની

ચેન્નઈ સુપરકિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને આશા છે કે ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ૨૦૨૧ અને ૨૦૨૨માં પણ ટીમનો ભાગ રહેશે. આઇપીએલની સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની કમાન મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં છે. એક મુલાકાતમાં વિશ્વનાથે કહ્યું કે ‘૨૦૨૦ અને ૨૦૨૧માં આપણે ધોનીને રમતા જોઈ શકીએ છીએ અને કદાચ ૨૦૨૨માં પણ આપણે તેને રમતો જોઈશું. મીડિયા પાસેથી જ મને જાણકારી મળી છે કે ધોની ઝારખંડમાં ઇન્ડોર નેટમાં પ્રૅક્ટિસ કરી રહ્યો છે. જોકે અમને તેના ફૉર્મને લઈને કોઈ ચિંતા નથી. તેને પોતાની જવાબદારીઓની જાણ છે અને એ જવાબદારી તે યોગ્યપણે નિભાવશે એનો અમને ભરોસો છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK