IPL 2019 : સાન્તેનરે છેલ્લા બોલે સિક્સ ફટકારી ચેન્નઇને જીતાડ્યું

મુંબઈ | Apr 12, 2019, 08:40 IST

મહેન્દ્રસિંહ ધોની (58)અંબાતી રાયડુ (57)ની અડધી સદીની મદદથી ચેન્નાઈ સુપરકિંગ્સે આઈપીએલ-12માં રાજસ્થાન રોયલ્સ સામે 4 વિકેટે વિજય મેળવ્યો હતો.

IPL 2019 : સાન્તેનરે છેલ્લા બોલે સિક્સ ફટકારી ચેન્નઇને જીતાડ્યું
મહેન્દ્રસિંહ ધોની

મહેન્દ્રસિંહ ધોની (58)અંબાતી રાયડુ (57)ની અડધી સદીની મદદથી ચેન્નાઈ સુપરકિંગ્સે આઈપીએલ-12માં રાજસ્થાન રોયલ્સ સામે 4 વિકેટે વિજય મેળવ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 7 વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈએ 20 ઓવરમાં 6 વિકેટે 155 રન બનાવી લીધા હતા. ચેન્નાઈને છેલ્લા બોલે 4 રનની જરુર હતી. ત્યારે સાન્તેનરે છેલ્લા બોલે સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી. ધોનીએ 43 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે 58 રન બનાવ્યા હતા.

ચેન્નઇની શરૂઆત સારી ન રહી
રાજસ્થાને આપેલા 152 રનના લક્ષ્યાંક સામે મેદાન પર ઉતરેલી ચેન્નઇ ટીમની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર વોટસન અને ડુફ્લેશીસ સસ્તામાં આઉટ થઇ હયા હતા. મેચમાં પહેલી ઓવરના ચોથા જ બોલ પર વોટસન શુન્ય રને આઉટ થઇ જતાં ચેન્નઇમે પહેલો જટકો પડ્યો હતો. તો સુરેશ રૈના ફરી ફ્લોપ થયો હતો અને બીજી જ ઓવરના પાંચમાં બોલ પર 4 રનના સ્કોર પર આઉટ થઇ ગયો હતો. જ્યે ડુફ્લેસીસ પણ આ મેચમાં કઇ ખાસ રમી શક્યો ન હતો અને 7 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થઇ ગયો હતો. આમ ચેન્નઇની 5.5 ઓવરમાં માત્ર 24 રનના સ્કોર પર 4 મહત્વની વિકેટ પડી ગઇ હતી.

ઝડપી પતન બાદ ધોની-રાયડુએ બાજી સંભાળી
ત્યાર બાદ રાયડુ અને સુકાની ધોનીએ ટીમની બાજી સંભાળી હતી અને ટીમને જીતની નજીક લઇ ગયા હતા. રાયડુએ 47 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 57 રન અને ધોનીએ 43 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી આક્રમક 58 રન કર્યા હતા.

 

રાજસ્થાને પ્રથમ દાવમાં 151 રન કર્યા

રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરના અંતે 7 વિકેટ ગુમાવીને 151 રન કર્યા છે. રોયલ્સ ઇનિંગ્સની શરૂઆતથી નિયમિત અંતરે વિકેટ ગુમાવતું રહ્યું હતું. તેમના માટે બેન સ્ટોક્સે સર્વાધિક 28 રન કર્યા હતા, જયારે જોસ બટલરે 23 રનનું યોગદાન આપ્યું હતું. જોફર આર્ચર અને શ્રેયસ ગોપાલે છેલ્લે 10 બોલમાં અણનમ 25 રનની ભાગીદારી કરી ટીમને ફાઇટિંગ ટોટલ સુધી પહોંચાડી હતી. ગોપાલે 7 બોલમાં 19 અને આર્ચરે 12 બોલમાં 13 રન કર્યા હતા. ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રવિન્દ્ર જાડેજાએ 100 વિકેટ પૂરી કરી હતી. તે ટુર્નામેન્ટમાં 100 વિકેટ ઝડપનાર પ્રથમ લેફ્ટ-આર્મ સ્પિનર છે. રવિન્દ્ર જાડેજા, દિપક ચહર અને શાર્દુલ ઠાકુરે 2-2 વિકેટ લીધી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK