IPL 2019 : ચેન્નઇએ 7 વિકેટે કોલકત્તાને આપી માત, દિપક ચહર મેન ઓફ ધ મેચ

ચેન્નઇ | Apr 09, 2019, 23:55 IST

ધોનીની ચેન્નઇની ટીમે પોતાના હોમ ગ્રાઉન્ડમાં કોલકત્તા ટીમને લો સ્કોરીંગ મેચમાં 7 વિકેટે માત આપીને પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે.

IPL 2019 : ચેન્નઇએ 7 વિકેટે કોલકત્તાને આપી માત, દિપક ચહર મેન ઓફ ધ મેચ
ફેફ ડુ પ્લેસિસ (PC : IPL)

આઇપીએલ 2019માં આજે ધોનીની ચેન્નઇની ટીમે પોતાના હોમ ગ્રાઉન્ડમાં કોલકત્તા ટીમને લો સ્કોરીંગ મેચમાં 7 વિકેટે માત આપીને પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચી ગયું છે. ચેન્નઇ તરફથી બોલર દિપક ચહરે 3 મહત્વની વિકેટ ઝડપીને કોલકત્તાને 108 રનના સ્કોર સુધી જ સીમીત રાખ્યું હતું. તો બેટીંગમાં ડુ ફ્લાશીસે 43* રનની અણનમ ઇનીંગ રમીને ટીમને જીતાડી હતી. 3 મહત્વની વિકેટ ઝડપનાર દિપક ચહર મેન ઓધ ધ મેચ બન્યો હતો.

ચેન્નઇની ખરાબ શરૂઆત : વોટસન-રૈનાનો ફ્લોપ શો
કોલકત્તાને 108 ના સામાન્ય સ્કોર સુધી સીમિત રાખીને ચેન્નઇને જીતવા માટે 109 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ચેન્નઇની ટીમની શરૂઆત સારી રહી ન હતી. મેચની ત્રીજી ઓવરમાં સુનીલ નરેને શેન વોટસન (17)ને ચાવલાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. ત્યાર બાદ ઈનિંગની પાંચમી ઓવરના છેલ્લા બોલ પર નરેને સુરેશ રૈના (14)ને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. પીયૂષ ચાવલાએ શાનદાર કેચ ઝડપ્યો હતો. ત્યારબાદ ફાફ ડુ પ્લેસિસ અને અંબાતી રાયડૂએ ત્રીજી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. રાયડૂ (21) પીયૂષ ચાવલાનો શિકાર બન્યો હતો. રાયડૂએ 31 બોલનો સામનો કરતા 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

આ પણ વાંચો : 

કોલકાતાએ પ્રથમ દાવમાં 108 રન કર્યા
ચેન્નઇ ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ચેન્નઈના બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા કોલકત્તાને 20 ઓવરમાં માત્ર 108 રન પર રોકી લીધું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સના 7 બેટ્સમેન સિંગલ ડિજિટમાં આઉટ થયા હતા. તો બીજી તરફ આન્દ્રે રસેલે પોતાના આગવા અંદાજમાં બેટીંગ કરી હતી અને 44 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 50* રનની આક્રમક ઇનીંગ રમીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું હતું. કોલકત્તાની પુરી ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 108 રન જ કરી શકી હતી. ચેન્નઈ તરફથી દીપક ચહરે 3, તાહિર અને હરભજને બે-બે તથા જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. ચેન્નઈનો 6 મેચમાં આ પાંચમો વિજય છે અને તેના 10 પોઈન્ટ થઈ ગયા છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK