IPL 2019 : દિલ્હીને 6 વિકેટે હરાવી ચેન્નઇ ટીમે સતત બીજી જીત મેળવી

નવી દિલ્હી | Mar 26, 2019, 23:57 IST

દિલ્હીએ આપેલા 148 રનના લક્ષ્યાંક સામે ચેન્નઇએ 19.4 ઓવરમાં 4 વિકેટના ભોગે પાર પાડ્યો હતો.

IPL 2019 : દિલ્હીને 6 વિકેટે હરાવી ચેન્નઇ ટીમે સતત બીજી જીત મેળવી
મહેન્દ્રસિંહ ધોની

આઇપીએલમાં 12મી સીઝનમાં આજે ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચેની રોમાંચક મેચમાં ચેન્નઇ ટીમે બાજી મારી લીધી હતી અને ટુર્નામેન્ટમાં પોતાની સતત બીજી મેચમાં જીત મેળવી હતી. દિલ્હીએ આપેલા 148 રનના લક્ષ્યાંક સામે ચેન્નઇએ 19.4 ઓવરમાં 4 વિકેટના ભોગે પાર પાડ્યો હતો. ચેન્નઇ તરફથી વોટસને સૌથી વધુ 44 રન અને ધોનીએ અણનમ 32 રન કર્યા હતા.

વોટસન અને રૈના શરૂઆતની બાજી સંભાળી
દિલ્હીએ આપેલા 148 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ચેન્નાઇ સુપર કિંગ્સે 19.4 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 150 રન કર્યા હતા. ચેન્નઇ તરફથી સેન વોટ્સન (44) અને ધોનીએ અણનમ (32) રન બનાવ્યા હતા. શેન વોટ્સન અમિત મિશ્રાની બોલિંગમાં સ્ટમ્પ થયો હતો. તેણે 26 બોલમાં 44 રન કર્યા હતા.ત્યારબાદ સુરેશ રૈના પણ 30 રન બનાવી આઉટ થયો હતો. દિલ્હી તરફથી પોતાની આ સીઝનમાં પહેલી મેચ રમી રહેલ અમિત મિશ્રાએ 2 વિકેટ ઝડપી હતી. તો ઇશાંત શર્મા અને રબાડાએ 1-1 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : એક વિકેટકિપર જેને તમે ક્યારે વિકેટકિંપિંગ કરતા નથી જોયો

દિલ્હીની શરૂઆત સારી રહી
ટોસ જીતી પહેલા બેટીંગ કરવા મેદાન પર ઉતરેલી દિલ્હી ટીમની શરૂઆત સારી રહી હતી. દિલ્હીના સુકાની પૃથ્વી શો અને ધવને ટીમને સારી શરૂઆત અપાવી હતી. પૃથ્વીએ 16 બોલમાં 24 રન કર્યા હતા. તો ધવને 47 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 51 રનની ઇનીંગ રમી હતી. જોકે પૃથ્વી શો મોટી ઇનીંગ રમવામાં સફળ રહ્યો ન હતો અને 24 રનના સ્કોર પર આઉટ થયો હતો. ધવન પણ 51 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થતાં દિલ્હી ટીમની સ્થિતી નબળી પડી હતી. ત્યાર બાદ કોઇ પણ બેટ્સમેન કોઇ ખાસ પ્રદર્શન કરી શક્યું ન હતું. આમ પુરી ટીમ 20 ઓવરમાં 6 વિકેટના ભોગે માત્ર 147 રન જ કરી શકી હતી. ચેન્નઇ તરફથી બ્રાવોએ 3 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો : DC Vs CSK: ચેન્નાઈ સામે 148 રનનો ટાર્ગેટ, ધવન 51, બ્રાવોની 3 વિકેટ

બંને ટીમો પોતાની પહેલી મેચમાં જીત મેળવી છે
આ બંને ટીમો ટૂર્નામેન્ટમાં પોતાના પહેલી મેચમાં જીત મેળવી ચૂકી છે. દિલ્હીએ મુંબઇ અને ચેન્નઇએ બેંગ્લોરને હરાવીને 2-2 પોઇન્ટ્સ મેળવ્યા છે. જો કે નેટ રનરેટના આધાર પર દિલ્હી પોઇન્ટ ટેબલ પહેલા અને ચેન્નઇ બીજા નંબર પર છે. દિલ્હીનો નેટ રનરેટ +1.850 અને ચેન્નઇનો +0.519 છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK