ઇન્જરીને લીધે પહેલી ટેસ્ટમાં ડેબ્યુ કરવાનો મોકો ગુમાવનાર અક્ષર પટેલ ફિટ થઈ ગયો છે અને ટીમ સાથે પ્રૅક્ટિસ સેશનમાં જોડાઈ ગયો છે. શનિવારથી શરૂ થતી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ કદાચ નબળા પર્ફોર્મન્સને લીધે શાહબાદ નદીમને ડ્રૉપ કરીને અક્ષર પટેલને મોકો આપી શકે છે. પહેલી ટેસ્ટમાં વૉશિંગ્ટન સુંદર પણ ઇંગ્લિશ બૅટ્સમેનોને કાબૂમાં નહોતો રાખી શક્યો અને તેનું સ્થાન પણ ખતરામાં છે, પણ સુંદરે પહેલી ઇનિંગમાં બનાવેલા લડાયક ૮૫ રન કદાચ તેને બચાવી લેશે. કુલદીપ યાદવનો બીજી ટેસ્ટમાં સમાવેશ કરવા માટે પણ સુનીલ ગાવસકર સહિત ઘણા ભૂતપૂર્વ ખેલાડીઓ માગણી કરી રહ્યા છે. બીજી ટેસ્ટમાં પિચ વધુ સ્પિનર ફ્રેન્ડ્લી હોવાની શક્યતાને લીધે ભારત ફરી ત્રણ સ્પિનરો સાથે ઊતરશે.
ઇંગ્લૅન્ડ 205માં ઑલઆઉટ, ઇન્ડિયા એક વિકેટે 24 રન, અક્ષર-અશ્વિન ફરી ભારે પડ્યા
5th March, 2021 10:47 ISTપાકિસ્તાન સુપર લીગ પોસ્ટપોન, કોરોનાગ્રસ્તોની સંખ્યા 7 થતાં પીસીબીનો નિર્ણય
5th March, 2021 10:47 ISTહૅટ-ટ્રિક લેનાર ધનંજયની ઓવરમાં પોલાર્ડે ફટકારી 6 બૉલમાં 6 સિક્સર
5th March, 2021 10:47 ISTબે-અઢી કલાકની મહેનત પર પાણી ફરી વળતાં નરાજ થયો બેન સ્ટોક્સ
5th March, 2021 10:47 IST