જુઓ ચારૂલતા દાદીનો સ્વેગ, આવી ગયા પેપ્સીની એડમાં

Jul 09, 2019, 15:09 IST

ભારત-ન્યુ ઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઈનલ પહેલા ચારૂલતા દાદી પેપસીની એડમાં દેખાઈ રહ્યા છે. ગુજરાતી મિડ-ડે એ થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે, ચારૂલતા દાદીમાં પેપસીની એડમાં દેખાઈ શકે છે.

જુઓ ચારૂલતા દાદીનો સ્વેગ, આવી ગયા પેપ્સીની એડમાં
ચારૂલતા દાદી વિરાટ કોહલી સાથે

30 જૂને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં ફેમસ થયેલા 87 વર્ષના દાદી ચારૂલતા પટેલ છવાઈ ગયા છે. ચારૂલતા પટેલનો 87 વર્ષે પણ ક્રિકેટ માટે જુસ્સો અનોખો છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ચારૂલતા દાદી ટીમ ઈન્ડિયાને ચિઅર કરતી જોવા મળી હતી. મેચ પછી વિરાટ કોહલી અને રોહિત શર્મા ચારૂલતા પટેલને મળ્યા હતા ત્યારબાદ ચારૂલતા પટેલ સોશિયલ મીડિયા પર રાતોરાત ફેમસ થયા હતા. ભારત-ન્યુ ઝીલેન્ડ વચ્ચેની સેમી ફાઈનલ પહેલા ચારૂલતા દાદી પેપસીની એડમાં દેખાઈ રહ્યા છે.

ગુજરાતી મિડ-ડે એ થોડા દિવસ પહેલા જ કહ્યું હતું કે, ચારૂલતા દાદીમાં પેપસીની એડમાં દેખાઈ શકે છે. વર્લ્ડ કપને ચિયર કરવા પેપસીએ નવુ કેમ્પેઈન 'હર ફેન મે સ્વેગે હૈ' લોન્ચ કર્યું છે જેમાં દાદીમાં ભારતીય ટીમને ચિયર કરતા અને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમના સેમી ફાઈનલમાં એન્ટ્રી બાદ પેપ્સીએ ક્રિકેટ પ્રેમીઓના જુસ્સાને વધારવા માટે કેમ્પેઈન લોન્ચ કર્યું છે જેમાં ક્રિકેટને અવનવી રીતે માણસા ફેન્સ જોવા મળી રહ્યા છે. ચારૂલતા પટેલ આ વીડિયોમાં ટીમ ઈન્ડિયાનો જુસ્સો વધારી રહી છે. વીડિયોમાં દાદીમાં ગુજરાતીમાં કહી રહ્યા છે કે, 'સ્વાદ સરસ છે, પેપ્સી સરસ છે.'

આ પણ વાંચો: Exclusive: ટીમ ઈન્ડિયાના ચારૂલતા 'બા' હવે જોવા મળશે પેપ્સીની જાહેરાતમાં

મેચમાં જોવા મળ્યા બાદ ચારૂલતા પટેલને એટલું સ્ટારડમ મળ્યું કે તેમણે ખાસ PR એજન્સી રાખવી પડી. આ માટે તેમણે અમદાવાદના પ્રારંભ પબ્લિક રીલેશન્સ અને એવર મીડિયા પર પસંદગી ઉતારી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK