ટાઇટન્સ જીતી ગયું : આખરે ઑકલૅન્ડની આગેકૂચ અટકી

Published: 18th October, 2012 05:18 IST

ચૅમ્પિયન્સ લીગમાં ગઈ કાલે ગ્રુપ ‘એ’માં ટાઇટન્સે ક્વૉલિફાઇંગ રાઉન્ડથી સતત જીતતી ઑકલૅન્ડ ઍસીસને ૫૯ રનથી હરાવીને એની આગેકૂચ રોકી હતી.ડર્બન: ચૅમ્પિયન્સ લીગમાં ગઈ કાલે ગ્રુપ ‘એ’માં ટાઇટન્સે ક્વૉલિફાઇંગ રાઉન્ડથી સતત જીતતી ઑકલૅન્ડ ઍસીસને ૫૯ રનથી હરાવીને એની આગેકૂચ રોકી હતી. ટાઇટન્સે જૅક રુડોલ્ફ (૬૩ રન, ૫૬ બૉલ, ૭ ફોર) અને મૅન ઑફ ધ મૅચ ફરહાન બેહરદીન (૪૮ નૉટઆઉટ, ૨૩ બૉલ, ૩ સિક્સર, ૧ ફોર)ની મદદથી ૪ વિકેટે ૧૭૨ રન બનાવ્યા હતા.

ઑકલૅન્ડ ઍસીસ ૧૧૩ રને ઑલઆઉટ થયું હતું. એક જ વિકેટ લેનાર અઝહર મહમૂદ ૭ રન બનાવી શક્યો હતો. ટાઇટન્સના બોલરો એથી ઍમ્બલાતી અને અલ્ફૉન્સો થૉમસે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. ગ્રુપ ‘એ’માં ટાઇટન્સના આઠ તથા દિલ્હી ડેરડેવિલ્સ અને ઑકલૅન્ડ ઍસીસના ચાર-ચાર પૉઇન્ટ હતા. ગ્રુપ ‘બી’માં સિડની સિક્સર્સ તથા હાઇવેલ્ડ લાયન્સ ૮-૮ પૉઇન્ટ સાથે મોખરે હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK