Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑકલૅન્ડ ઍસીસ સામે પણ કલકત્તા નાઇટ રાઇડર્સ હાર્યું, અઝહર મહમૂદ હીરો

ઑકલૅન્ડ ઍસીસ સામે પણ કલકત્તા નાઇટ રાઇડર્સ હાર્યું, અઝહર મહમૂદ હીરો

17 October, 2012 05:03 AM IST |

ઑકલૅન્ડ ઍસીસ સામે પણ કલકત્તા નાઇટ રાઇડર્સ હાર્યું, અઝહર મહમૂદ હીરો

ઑકલૅન્ડ ઍસીસ સામે પણ કલકત્તા નાઇટ રાઇડર્સ હાર્યું, અઝહર મહમૂદ હીરો




કેપ ટાઉન: ચાર મહિના પછી ૩૮ વર્ષ પૂરા કરનાર પાકિસ્તાની ઑલરાઉન્ડર અઝહર મહમૂદ ચૅમ્પિયન્સ લીગ માટે સાઉથ આફ્રિકા આવ્યા પછી ન્યુ ઝીલૅન્ડની ઑકલૅન્ડ ઍસીસ ટીમને ઑલરાઉન્ડ પર્ફોમન્સથી સતત ત્રણ મૅચ જિતાડી છે. આમાંથી પહેલી બે મૅચ ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં હતી, પરંતુ સોમવારની ત્રીજી મૅચ મુખ્ય સ્પર્ધાના લીગ રાઉન્ડમાં હતી જેમાં ઑકલૅન્ડ ઍસીસ મહમૂદના બોલિંગ પછી બૅટિંગ પાવરથી આઇપીએલની ચૅમ્પિયન ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સને આસાનીથી હરાવવામાં સફળ થયું હતું.

છેલ્લે ૨૦૦૭માં વન-ડે રમ્યો

મહમૂદ થોડા મહિનાઓથી ઑકલૅન્ડ ઍસીસ વતી રમે છે અને લગભગ દરેક મૅચમાં આ ટીમને ઉપયોગી થયો છે એટલે ટીમના સાથીઓ તેને એવરગ્રીન અઝહર તરીકે ઓળખાવે છે. તે પાકિસ્તાન વતી છેલ્લે ૨૦૦૭ના વન-ડેના વર્લ્ડ કપમાં રમ્યો હતો. તે ટેસ્ટમૅચ છેલ્લે ૨૦૦૧માં રમ્યો હતો. તે પાકિસ્તાન વતી એક પણ T20 ઇન્ટરનૅશનલ નથી રમ્યો.

કઈ ૧૧ ટીમને ફળ્યો?

મહમૂદને પાકિસ્તાને જ્યારથી અવગણ્યો છે ત્યારથી અત્યાર માંડીને સુધીમાં તે વિવિધ દેશોની કુલ ૧૧ ડોમેસ્ટિક ટીમો વતી રમ્યો છે : ઢાકા ગ્લૅડિયેટર્સ (બંગલા દેશ), કેન્ટ (ઇંગ્લૅન્ડ), ઇસ્લામાબાદ ક્રિકેટ અસોસિએશન (પાકિસ્તાન), કિંગ્સ ઇલેવન પંજાબ (ભારત), લાહોર બાદશાહ (પાકિસ્તાન), મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (ઇંગ્લૅન્ડ), પાકિસ્તાન ઇન્ટરનૅશનલ ઍરલાઇન્સ (પાકિસ્તાન), સરે (ઇંગ્લૅન્ડ), રાવલપિંડી (પાકિસ્તાન), યુનાઇટેડ બૅન્ક લિમિટેડ (પાકિસ્તાન) અને ઑકલૅન્ડ ઍસીસ (ન્યુ ઝીલૅન્ડ).

આવતાંવેંત કૅલિસ-તિવારીની વિકેટ

મૅન ઑફ ધ મૅચ મહમૂદનો સોમવારે કલકત્તા નાઇટ રાઇડર્સ સામેનો પફોર્ર્મન્સ આ પ્રમાણે હતો : (૪-૧-૧૬-૩) અને (૫૧ નૉટઆઉટ, ૪૨ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર).

કલકત્તા નાઇટ રાઇડર્સે બૅટિંગ લીધા પછી ૨૦ ઓવરમાં ૬ વિકેટે માત્ર ૧૩૭ રન બનાવ્યા હતા. મહમૂદે પોતાની પ્રથમ ઓવરના બીજા બૉલમાં જૅક કૅલિસ (૦) અને ત્રીજા બૉલમાં મનોજ તિવારી (૦)ની વિકેટ લીધી હતી. ૭૨ રન પર કલકત્તાની એક જ વિકેટ હતી, પરંતુ એ ટોટલ પર લેફ્ટી સ્પિનર રૉની હીરાની ઓવરમાં મનવિન્દર બિસલા (૩૮ રન, ૨૪ બૉલ, એક સિક્સર, છ ફોર)ની વિકેટ પડી હતી અને ત્યાર બાદ મહમૂદની ઓવરમાં ૭૨ રનના જ સ્કોર પર કૅલિસ અને તિવારી આઉટ થયા હતા. ઑકલૅન્ડ એસીસે ૧૭.૪ ઓવરમાં ત્રણ વિકેટે ૧૩૯ રન બનાવીને આ ટુર્નામેન્ટમાં જીત સાથે ખાતું ખોલાવ્યું હતું.

મહમૂદની બે વિકેટો ટર્નિંગ પૉઇન્ટ

કલકત્તા નાઇટ રાઇડર્સના આક્રમક બૅટ્સમેનો કૅલિસ અને તિવારી ખાતું ખોલે એ પહેલાં જ મહમૂદે તેમને પૅવિલિયન ભેગા કરી દીધા હતા. કલકત્તા નાઇટ રાઇડર્સના કૅપ્ટન ગૌતમ ગંભીરે આ બે આંચકાને મૅચના ટર્નિંગ પૉઇન્ટ તરીકે ઓળખાવતા કહ્યું હતું કે ‘મહમૂદે બે બૉલમાં આ બે પ્રાઇઝ વિકેટો લીધી ત્યારે જ મૅચ ઑકલૅન્ડની ફેવરમાં જતી રહી હતી. અમારે હવે બાકી બચેલી બે લીગ મૅચમાં બહુ સમજદારીથી રમવું પડશે.’

ગૌતમનું ફૉર્મ ગંભીર સમસ્યા

ગૌતમ ગંભીર છેલ્લી ૧૦ ઇનિંગ્સમાં એક પણ હાફ સેન્ચુરી નથી ફટકારી શક્યો. ૨૩ સપ્ટેમ્બરે કોલંબોમાં ઇંગ્લૅન્ડ સામે T20 વર્લ્ડ કપની મૅચમાં તેણે બનાવેલા ૪૫ રન ભારતને જીતવામાં ઉપયોગી થયા હતા. એ સિવાય તે સદંતર ફ્લૉપ રહ્યો છે.

ગંભીરની છેલ્લી ૧૦ ઇનિંગ્સનો હિસાબ-કિતાબ આ પ્રમાણે છે : ૫ નૉટઆઉટ, ૧૦, ૧૦, ૪૫, ૧૭, ૦, ૮, ૩૧, ૦ અને ૫.

કલકત્તાની હવે કઈ મૅચ બાકી?

બન્ને લીગ મૅચ હારી ગયેલી કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમની હવે બે મૅચ બાકી છે. ગૌતમ ગંભીર ઍન્ડ કંપની માટે હવે કરો યા મરોની સ્થિતિ આવી ગઈ છે. એણે બાકીની બન્ને મૅચ જીતવી પડશે. જોકે સેમી ફાઇનલના પ્રવેશ માટે એનો રનરેટ પણ સારો રહેવો જરૂરી છે.

આજે : પર્થ સ્કૉર્ચર્સ સામે, ડર્બન, રાત્રે ૯.૦૦

રવિવારે : ટાઇટન્સ સામે, કેપ ટાઉન, રાત્રે ૯.૦૦

સ્કોર-બોર્ડ

કલકત્તા નાઇટ રાઇડર્સ

૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૩૭ રન (બ્રેન્ડન મૅક્લમ ૪૦, બિસલા ૩૮, યુસુફ પઠાણ બાવીસ નૉટઆઉટ, શાકીબ ૧૫, મહમૂદ ૧૬ રનમાં ત્રણ વિકેટ, મિલ્સ ૨૩ રનમાં, રૉની હીરા ૩૦ રનમાં એક અને બૅટ્સ ૩૩ રનમાં એક વિકેટ

ઑકલૅન્ડ ઍસીસ

૧૭.૪ ઓવરમાં ત્રણ વિકેટે ૧૩૯ રન (મહમૂદ ૫૧ નૉટઆઉટ, વિન્સેન્ટ ૩૦, ગપ્ટિલ પચીસ, અનારુ કિચન ૨૪, નારાયણ ૨૪ રનમાં બે અને બાલાજી ૩૮ રનમાં એક વિકેટ, શાકીબ ૩૪ રનમાં તેમ જ સંગવાન ૨૬ રનમાં અને કૅલિસ ૧૭ રનમાં એકેય વિકેટ નહીં)

ટૉસ : કલકત્તા નાઇટ રાઇડર્સ

મૅન ઑફ ધ મૅચ : અઝહર મહમૂદ


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2012 05:03 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK