376ના ટાર્ગેટ સામે ઇંગ્લૅન્ડની મજબૂત શરૂઆત

Published: Dec 29, 2019, 12:19 IST | Centurion

સાઉથ આફ્રિકાના બીજી ઇનિંગમાં ૨૭૨ રન: જો રૂટની ટીમને જીતવા માટે ૨૫૫ રનની જરૂર

જોફ્રા આર્ચર
જોફ્રા આર્ચર

સાઉથ આફ્રિકાના સેન્ચુરિયનમાં રમાઈ રહેલી ટેસ્ટ મૅચ જીતવા માટે હવે ઇંગ્લૅન્ડને ૨૫૫ રનની જરૂર છે. તેમની પાસે હજી ૯ વિકેટ હાથમાં છે અને રોરી બર્ન્સ સેટ થઈ ગયો છે. તેણે ૭૭ રન કર્યા છે. ડોમ સિબ્લી ૨૯ રન કરીને આઉટ થયા બાદ જૉ ડેનલી ૧૦ રને રમી રહ્યો છે.

૨૮૪ રને ઑલઆઉટ થયા બાદ સાઉથ આફ્રિકાએ ઇંગ્લૅન્ડને ૧૮૧ પર ઑલઆઉટ કરી દીધું હતું. સાઉથ આફ્રિકાએ બીજા દિવસના અંતે ચાર વિકેટે ૭૨ રન કર્યા હતા. ત્રીજા દિવસે તેઓ ટોટલ ૨૭૨ રન કરીને ઑલઆઉટ થયા હતા અને જીતવા માટે ૩૭૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઇંગ્લૅન્ડના જોફ્રા આર્ચરે પાંચ વિકેટ લઈને સાઉથ આફ્રિકાને મુસીબતમાં મૂકી દીધું હતું. બેન સ્ટોક્સે પણ બે વિકેટ લીધી હતી.

ઇંગ્લૅન્ડે બીજી ઇનિંગમાં ત્રણ દિવસના અંતે એક વિકેટે ૧૨૧ રન કર્યા છે. તેમને માટે આ મૅચ જીતવી સરળ બની ગઈ છે.

આ પણ વાંચો : કમિન્સની કમાલ: 5 વિકેટ લઈને ન્યુ ઝીલૅન્ડને 148 રનમાં કર્યું ઑલઆઉટ

ફ્રૅક્ચરને લીધે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાંથી બહાર થયો માર્ક્રમ

સુપરસ્પોર્ટ પાર્કમાં ઇંગ્લૅન્ડ સામે રમાઈ રહેલી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાના બૅટ્સમૅન એડન માર્ક્રમને હાથમાં ઈજા થતાં તે બહાર થઈ ગયો છે. ટેસ્ટ મૅચના બીજા દિવસે તેને ઈજા થઈ હતી. તેને સર્જરીની જરૂર હોવાથી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે અને તેને રિકવર થવા માટે મિનિમમ ૬ અઠવાડિયાં લાગશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK