સચિનની રેસિંગ લીગની ટીમ ખરીદવામાં શાહરુખ, યુવી, ગાંગુલી સહિત ઘણાને રસ

Published: 3rd November, 2011 21:48 IST

વષોર્થી F1 કાર-રેસ જોવાના શોખીન અને ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઇડામાં આયોજિત ઇન્ડિયન ગ્રાં પ્રિ નામની F1 રેસ દરમ્યાન હજારો પ્રેક્ષકો અને કરોડો ટીવીદર્શકો પર છવાઈ ગયેલા સચિન તેન્ડુલકરે મચદાર મોટર સ્પોર્ટ્સ કંપનીના પ્રમોટરો દ્વારા લૉન્ચ કરવામાં આવેલી i૧ સુપર સિરીઝ નામની ઇન્ડિયન રેસિંગ લીગનો ૨૬ ટકા ઇક્વિટી હિસ્સો અંજના રેડ્ડી નામનાં બીજા એક પ્રમોટર સાથે મળીને ખરીદ્યો છે.

 

આ રેસિંગ લીગની ફૉર્મેટ આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની જેમ ભારતના વિવિધ શહેરોના નામવાળા ફ્રૅન્ચાઇઝી પર આધારિત છે અને આ ફ્રૅન્ચાઇઝીઓ ખરીદવામાં બૉલીવુડના ઍક્ટર-ઍક્ટ્રેસો તેમ જ યુવરાજ સિંહ તથા સૌરવ ગાંગુલી જેવા ક્રિકેટરો તેમ જ જાણીતા બિઝનેસમેનોએ રસ બતાવ્યો છે.

કાર-રેસ ક્યાં યોજાશે?

આ રેસિંગ લીગમાં F1ના તેમ જ ભારતના ઊભરતા કાર-રેસડ્રાઇવરો ભાગ લેશે. લીગમાં કુલ ૮ ટીમો રાખવામાં આવશે. આ વર્ષની ૧૮ ડિસેમ્બરે લીગની શરૂઆત થશે અને એ ૨૫ ફેબ્રુઆરી સુધી ચાલશે. રેસમાં પ્રત્યેક ટીમની બે કાર દોડશે. લીગની રેસ દિલ્હી તથા ચેન્નઈ ઉપરાંત ઉપરાંત અબુ ધાબી, ક્વાલા લમ્પુર, દોહા, દુબઈ અને બાહરિનમાં યોજાશે. એક રિપોર્ટ મુજબ આ લીગમાં આઠ નહીં, પણ કુલ નવ ટીમો હશે.

ફ્રૅન્ચાઇઝીની કિંમત કેટલી?

લીગના પ્રમોટરો દ્વારા પ્રત્યેક ફ્રૅન્ચાઇઝી ૧૫ વર્ષ માટે કુલ બે કરોડ ડૉલર (એક અબજ રૂપિયા)માં વેચવામાં આવશે. એ ખરીદનાર ઇન્વેસ્ટરોએ પહેલાં ૫૦ લાખ ડૉલર (૨૫ કરોડ રૂપિયા) આપવા પડશે અને ત્યાર બાદ ૧૫ વર્ષ દરમ્યાન પ્રતિવર્ષ ૧૦ લાખ ડૉલર (પાંચ કરોડ રૂપિયા) પ્રમાણે બાકીના દોઢ કરોડ ડૉલર (૭૫ કરોડ રૂપિયા) આપી દેવા પડશે.

કુલ કેટલા રૂપિયાનાં ઇનામો?

i૧ સુપર સિરીઝમાં એક વર્ષ દરમ્યાન કુલ ૨૦ લાખ ડૉલર (૧૦ કરોડ રૂપિયા)ના ઇનામો આપવામાં આવશે.

એક અબજ રૂપિયાની કઈ ટીમના સંભવિત ખરીદદારો કોણ?

મુંબઈ : શાહરુખ ખાન, જય મહેતા, જુહી ચાવલા

દિલ્હી : મોહિત બર્મન અને એક ઇન્વેસ્ટર

હૈદરાબાદ : એન. પ્રસાદ અને નાગાજુર્ન (ફિલ્મ-ઍક્ટર)

ચેન્નઈ : ટોની ફર્નાન્ડિસ અને એસ. જી. શ્રીનિવાસ

ચંડીગઢ : યુવરાજ સિંહ અને એક સ્થાનિક બિઝનેસમૅન

કલકત્તા : સૌરવ ગાંગુલી અને બીજા ઇન્વેસ્ટરો

પુણે : બૉલીવુડના એક ટોચના ફૅમિલીના સંબંધી એક બિઝનેસમૅન

બૅન્ગલોર : કેટલાક ઇન્વેસ્ટરોનું ગ્રુપ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK