બેરસ્ટોના દમ પર ઇંગ્લૅન્ડ જીત્યું

Published: 29th November, 2020 10:43 IST | Mumbai Correspondent | Cape Town

સાઉથ આફ્રિકાનો પ્રથમ ટી૨૦માં પાંચ વિકેટે પરાજય, આજે બીજી ટી૨૦

જૉની બેરસ્ટો
જૉની બેરસ્ટો

શુક્રવારે ત્રણ ટ૨૦ મૅચની સિરીઝની પ્રથમ મૅચમાં ઇંગ્લૅન્ડે સાઉથ આફ્રિકાને પાંચ વિકેટે હરાવીને સિરીઝમાં ૧-૦થી લીડ લીધી હતી. ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પ્રથમ સાઉથ આફ્રિકાને બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતું. સાઉથ આફ્રિકાએ ફૅફ ડુ પ્લેસીસની હાફ સેન્ચુરી (૪૦ બૉલમાં ૫૮) અને કૅપ્ટન ક્લિન્ટન ડી કૉકના ૩૦ અને વૅન દર દુસ્સેન (Van der Dussen)ના ૩૭ રનના ઇનિગ્સના જોરે ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૭૯ રન બનાવ્યા હતાં. ઇંગ્લૅન્ડે જવાબમાં જેશન રૉય (૦) અને જોશ બૅટલર (૭)ને સસ્તામાં ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી. પણ જૉની બેરસ્ટોની ૪૮ બૉલમાં ૪ સિક્સર અને ૯ ફોરની મદદથી અણનમ ૮૬ રનની લાજવાબ ઇનિગ્સના જોરે ચાર બૉલ બાકી રાખીને જીત મેળવી લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK