મને ફોન કરો, હું ગમે ત્યાં ક્રિકેટ રમવા તૈયાર છું : એસ. શ્રીસાન્ત

Published: Sep 16, 2020, 17:00 IST | IANS | Kochi

ઑગસ્ટ ૨૦૧૩માં ભારતીય ક્રિકેટ બોર્ડે શ્રીસાન્ત પર સ્પૉટ-ફિક્સિંગ બદલ પ્રતિબંધ મૂક્યો હતો

શ્રીસાંત
શ્રીસાંત

૨૦૦૭ના ટી૨૦ વર્લ્ડ કપ અને ૨૦૧૧ વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો હિસ્સો રહેનાર શાંતાકુમારન શ્રીસાંત પરનો ૭ વર્ષનો પ્રતિબંધ તાજેતરમાં પૂરો થઈ ગયો છે અને તે ફરી મેદાનમાં તરખાટ મચાવવા અધીરો બન્યો છે. તેણે ગમે ત્યાં ક્રિકેટ રમવા માટે પોતાની તૈયારી બતાવી છે. શ્રીસાન્તે કહ્યું કે ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકાના એજન્ટોને કહેવા માગું છું કે હું ક્રિકેટ રમવા ઇચ્છું છું પછી તેમના દેશમાં ક્લબ-લેવલ પર હોય તો પણ ચાલશે. મારું લક્ષ્ય મારા દેશ માટે ૨૦૨૩ વર્લ્ડ કપનું પ્રતિનિધિત્વ કરવાનું છે. લૉર્ડ્સમાં રમવાની પણ મારી ખૂબ ઇચ્છા છે.’
ઑગસ્ટ ૨૦૧૩માં ભારતીય ક્રિકેટ બોર્ડે શ્રીસાન્ત પર સ્પૉટ-ફિક્સિંગ બદલ પ્રતિબંધ મૂક્યો હતો. શ્રીસાન્તે તેની ક્રિકેટ કરીઅરમાં ૨૭ ટેસ્ટ, ૫૩ વન-ડે અને ૧૦ ટી૨૦ મૅચ રમ્યો છે જેમાં તેણે અનુક્રમે ૮૭, ૭૫ અને ૭ વિકેટ લીધી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK