૨૦૨૦ના અંતમાં પ્રોફેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેશે ઇયાન બેલ

Published: Sep 07, 2020, 15:38 IST | IANS | London

ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન ઇયાન બેલે તાજેતરમાં જાહેરાત કરી જણાવ્યું હતું કે ૨૦૨૦ના અંતમાં હું પ્રોફેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈશ.

ઇયાન બેલ
ઇયાન બેલ

ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન ઇયાન બેલે તાજેતરમાં જાહેરાત કરી જણાવ્યું હતું કે ૨૦૨૦ના અંતમાં હું પ્રોફેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈશ. ઇંગ્લૅન્ડ ટીમ વતી તે છેલ્લે ૨૦૧૫માં રમતો જોવા મળ્યો હતો, પણ સાથે-સાથે તે કાઉન્ટી ક્રિકેટમાં સતત રમતો જોવા મળે છે. બેલે કહ્યું કે ‘થોડા દુખી મનથી, પણ ગર્વથી હું જાહેર કરવા માગું છું કે હું પ્રોફેશનલ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ રહ્યો છું. આવતી કાલે મારી છેલ્લી રેડ બૉલ ગેમ હશે અને ત્યાર બાદ આવતા અઠવાડિયે ટી૨૦ મૅચમાં રમીશ. સ્પોર્ટસ માટે મારી ભૂખ, મારો ઉત્સાહ અને મારો પ્રેમ અગાઉ જેેટલો જ બરકરાર રહેશે. હું ધારું છું એ પ્રમાણે મારું શરીર હવે ગેમ માટે જોઈતા સ્ટાન્ડર્ડ સુધી તૈયાર નથી થઈ શકતું. ઇંગ્લૅન્ડ અને વૉરવિકશર માટે રમવાનો મને ગર્વ છે. ઇંગ્લૅન્ડ ટેસ્ટ ટીમનો હિસ્સો રહીને પહેલા નંબરે પહોંચવું, પાંચ ઍસિઝ સિરીઝ જીતવી, એક પ્લેયર ઑફ ધ સિરીઝ બનવું અને ખાસ કરીને ભારત સામે એજબેસ્ટનમાં બૅટિંગ કરવી મારા માટે સારાં સંભારણાં બની રહ્યાં છે. હું દરેક વિદેશી ફ્રૅન્ચાઇઝીઓનો આભાર માનું છું અને તેમની સાથે રમવાનો મને ગર્વ છે. ઇંગ્લૅન્ડ યંગ લાયન્સને કોચિંગ આપવાનો પણ એક અલગ અનુભવ મને મળ્યો છે અને આશા રાખું છું કે ખેલ પ્રેમી તરીકે આપણે બધા એકબીજા સાથે જોડાયેલા રહીશું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK