બુમરાહ જ્યારે બોલિંગ કરવા આવે ત્યારે ખતરો લઈને આવે છે : કેન વિલિયમસન

Published: Feb 13, 2020, 14:29 IST | Mumbai Desk

બુમરાહ દરેક ફૉર્મેટમાં વર્લ્ડ ક્લાસ બોલર છે. તેના હાથમાં જ્યારે બૉલ હોય ત્યારે તે કોઈના પણ માટે ખતરો બનીને આવે છે.

કેન વિલિયમસનનું કહેવું છે કે જસપ્રીત બુમરાહ જ્યારે પણ બોલિંગ કરવા માટે આવે છે ત્યારે તેમના માટે ભય ઊભો થાય છે. ઈજામાંથી રિકવર થયા બાદ બુમરાહે ન્યુ ઝીલૅન્ડ સામેની ટી૨૦ સિરીઝથી કમબૅક કર્યું હતું. ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝમાં ધાકડ બોલર જસપ્રીત બુમરાહને એકપણ વિકેટ મળી નહોતી. જોકે વિરોધી ટીમના કૅપ્ટન કેન વિલિયમસને બુમરાહને ટેકો આપ્યો છે. આ વિશે વાત કરતાં વિલિયમસને કહ્યું કે ‘આપણે જાણીએ છીએ કે બુમરાહ દરેક ફૉર્મેટમાં વર્લ્ડ ક્લાસ બોલર છે. તેના હાથમાં જ્યારે બૉલ હોય ત્યારે તે કોઈના પણ માટે ખતરો બનીને આવે છે. લાંબા સમય બાદ તે ફરી ગેમમાં આવ્યો છે. મેં જે જોયું છે એ પ્રમાણે તે ઘણી સારી બોલિંગ કરે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK