Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બ્રિટિશ પત્રકારના મતે આમિર, આસિફ અને બટ તદ્દન નિદોર્ષ

બ્રિટિશ પત્રકારના મતે આમિર, આસિફ અને બટ તદ્દન નિદોર્ષ

13 November, 2012 06:15 AM IST |

બ્રિટિશ પત્રકારના મતે આમિર, આસિફ અને બટ તદ્દન નિદોર્ષ

બ્રિટિશ પત્રકારના મતે આમિર, આસિફ અને બટ તદ્દન નિદોર્ષ




લંડન: બ્રિટિશ પત્રકાર એડ હૉકિન્સે ‘બુકી, ગૅમ્બલર, ફિક્સર, સ્પાય’ ટાઇટલવાળા પોતાના પુસ્તકમાં એક તરફ ભારત-પાકિસ્તાનની ૨૦૧૧ના વર્લ્ડ કપની સેમી ફાઇનલને ફ્કિસ થયેલી ગણાવી છે, પરંતુ બીજી બાજુ તેમણે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમાં જાણીજોઈને નો-બૉલ ફેંકીને સ્પૉટ-ફિક્સિંગમાં ભૂમિકા ભજવવા બદલ ત્રણ પાકિસ્તાની પ્લેયરો મોહમ્મદ આમિર, મોહમ્મદ આસિફ અને સલમાન બટને થયેલી જેલની સજા ખોટી ગણાવી છે.





લંડનની કોર્ટે ત્રણેય પ્લેયરોને જે સજા કરી હતી એ તદ્ન ખોટી ગણાવવાની સાથે તેમને નિદોર્ષ તરીકે ઓળખાવવા ઉપરાંત અદાલતે લીધેલો સજાનો નર્ણિય ષડયંત્રનો એક ભાગ હોવાનું પણ હૉકિન્સે લખ્યું છે. ગુરુવારે પ્રગટ થનારા તેમના પુસ્તકની કિંમત ૪૯૯ રૂપિયા છે. તેમણે લખ્યું છે કે ‘નો-બૉલ ક્યારે ફેંકાશે એના ટાઇમિંગ પર બેટ લગાવવી શક્ય જ નથી.

સ્પૉટ-ફિક્સિંગ કેવી રીતે થતું હોય છે એ બાબતમાં કોર્ટને કાંઈ ખબર જ નહોતી. ત્રણેય પ્લેયરોને સજા કરનાર ન્યાયાધિશને પણ સ્પૉટ-ફિક્સિંગ વિશે ગતાગમ નહોતી અને એ તેમના ચુકાદાના વિધાનો પરથી સ્પષ્ટ થાય છે.’



Whatsapp-channel Whatsapp-channel

13 November, 2012 06:15 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK