Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પ્લેન-ક્રૅશમાં બ્રાઝિલના ફૂટબોલ ખેલાડીઓ સહિત ૭૫નાં મોત

પ્લેન-ક્રૅશમાં બ્રાઝિલના ફૂટબોલ ખેલાડીઓ સહિત ૭૫નાં મોત

30 November, 2016 04:38 AM IST |

પ્લેન-ક્રૅશમાં બ્રાઝિલના ફૂટબોલ ખેલાડીઓ સહિત ૭૫નાં મોત

પ્લેન-ક્રૅશમાં બ્રાઝિલના ફૂટબોલ ખેલાડીઓ સહિત ૭૫નાં મોત




colambia




બ્રાઝિલની એક ફુટબૉલ ટીમના ખેલાડીઓ સહિતના ૮૧ લોકો સાથેનું બ્રાઝિલથી કોલમ્બિયા આવી રહેલું લામિયા ઍરલાઇન્સનું એક ચાર્ટર્ડ પ્લેન કોલમ્બિયાના મેડલિનમાં તૂટી પડતાં ૭૫ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે છ લોકોને જીવતા ઉગારી લેવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં ઊગરી ગયેલા લોકોમાં ફુટબૉલ ટીમના ડિફેન્ડર ઍલન રશેલ અને અન્ય ત્રણ પ્લેયરોનો પણ સમાવેશ થાય છે.

પ્લેનમાં ૭૨ પ્રવાસીઓ અને પ્લેનના સ્ટાફના ૯ સભ્યો હતા. ઇલેસ્ટ્રિકલ સમસ્યાને કારણે વિમાન તૂટી પડ્યું હતું. ૨૫થી વધુ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.

પ્લેન તૂટી પડ્યું એ પહેલાં પાઇલટે એમાં પ્રૉબ્લેમ સર્જાયાની ચેતવણી આપી દીધી હતી. પ્લેન તૂટી પડ્યું ત્યારે એમાં આગ લાગી નહોતી એટલે એમાંથી ઈંધણ પાઇલટે ખાલી કરી નાખ્યું હોય એવી શક્યતા છે.

આ પ્લેન પહાડી વિસ્તારમાં તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનાને પગલે બ્રાઝિલમાં ત્રણ દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

30 November, 2016 04:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK