Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોરોનાને લઈને બ્રાવોનું નવું ગીત વી નૉટ ગિવિંગ અપ

કોરોનાને લઈને બ્રાવોનું નવું ગીત વી નૉટ ગિવિંગ અપ

29 March, 2020 05:50 PM IST | Mumbai Desk
IANS

કોરોનાને લઈને બ્રાવોનું નવું ગીત વી નૉટ ગિવિંગ અપ

બ્રાવો

બ્રાવો


આખું વિશ્વ કોરોનાનો સામનો કરી રહ્યું છે ત્યારે વેસ્ટ ઇન્ડીઝ પ્લેયર ડ્વેન બ્રાવો લોકોને કોરોના સામે જાગરૂક બનવાની એક નવી તરકીબ લઈને આવ્યો છે. બ્રાવોએ પોતાના સોશ્યલ મીડિયા પર એક નવું ગીત અપલોડ કરીને લોકોને કોરોનાથી બચવાની સલાહ આપી છે. આ ગીતનું નામ તેણે ‘વી નૉટ ગિવિંગ અપ’ આપ્યું છે. આ વિડિયો અપલોડ કરી બ્રાવોએ લખ્યું છે, ‘વી નૉટ ગિવિંગ અપ (અમે હાર નહીં માનીએ). આ ફેલાયેલી મહાબીમારી વખતે જે લોકો બીજાને મદદ કરી રહ્યા છે તેમનો હું આભારી છું. ચાલો સાથે મળીને લડીએ. આ માહોલમાં એક પૉઝિટિવ સૉન્ગ.’ 

બ્રાવોએ શૅર કરેલા ત્રણ મિનિટ ૩૧ સેકન્ડના આ ગીતમાં તેણે લોકોને કોરોના સામે લડત શરૂ કરવા માટેની જરૂરી સલાહ આપી છે જેમાં ઘરે રહેવાનું અને નિયમિતપણે હાથ ધોતા રહેવા જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.
બ્રાવો પહેલાં ઇશ સોઢીએ પણ લોકોને આઇસોલેટ થવાની સલાહ આપતું એક રૅપ સૉન્ગ અપલોડ કર્યું હતું. માત્ર વેસ્ટ ઇન્ડીઝના પ્લેયરો જ નહીં, વિરાટ કોહલી, શિખર ધવન જેવા અનેક દિગ્ગજ પ્લેયરોએ લોકોને સુરક્ષિત રહેવાની સલાહ આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

29 March, 2020 05:50 PM IST | Mumbai Desk | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK