ધોની ભારતીય ટીમમાં જે પ્રમાણે પરિવર્તન લાવ્યો હતો એ જ રીતે તે સીએસકેમાં પણ લાવશે : બ્રાવો

Updated: Sep 07, 2020, 16:31 IST | IANS | Dubai

બ્રાવોના મતે ઇન્ડિયન ક્રિકેટ ટીમના કૅન્ટન તરીકે ધોનીના માથે જે પ્રેશર હતું એ સીએસકેના કૅપ્ટનપદે હોવાના સમયે નહીં રહે

બ્રાવો તથા ધોની
બ્રાવો તથા ધોની

ચેન્નઈ સુપર કિંગ્સના ઑલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ તાજેતરમાં ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનાં વખાણ કરતાં કહ્યું છે કે જે પ્રમાણે ધોનીએ ભારતીય ટીમમાં પરિવર્તન આણ્યું છે એ પ્રમાણે તે ચેન્નઈ સુપર કિંગ્સમાં પણ પરિવર્તન લાવશે. બ્રાવોના મતે ઇન્ડિયન ક્રિકેટ ટીમના કૅન્ટન તરીકે ધોનીના માથે જે પ્રેશર હતું એ સીએસકેના કૅપ્ટનપદે હોવાના સમયે નહીં રહે. વિગતવાર વાત કરતાં બ્રાવોએ કહ્યું કે ‘આ વાત તેના મગજમાં ક્યાંક ને ક્યાંક તો હશે જ. અમારા મગજમાં પણ આ વાત ક્યારેક તો આવી જ હશે. આ માત્ર એ મુદ્દાની વાત છે કે તમે ક્યારે પદ પરથી ખસી જાઓ છો અને નવા પ્લેયરને તક આપો છો. હવે તે ચેન્નઈ સુપર કિંગ્સનો પ્લેયર છે માટે તેણે કરોડો લોકોની ચિંતા કરવાની જરૂર નથી છતાં મને નથી લાગતું કે માણસ તરીકે તેનામાં કોઈ પરિવર્તન આવશે, પણ હા ,જે પ્રમાણે તેણે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં પરિવર્તન આણ્યું છે એ પ્રમાણે તે ચેન્નઈ સુપર કિંગ્સમાં પણ પરિવર્તન લાવશે. અમારી સ્ક્વૉડમાં ઘણા ટૅલન્ટેડ પ્લેયર્સ છે. ટીમના માલિકો પણ ઘણા સારા છે અને અમે કોઈ પણ પ્રકારનું આઉટસાઇડ પ્રેશર લેતા નથી. કૅપ્ટન ધોનીના નેતૃત્વમાં અમને જરાય પ્રેશર જેવું લાગતું નથી. મારા ખ્યાલથી સીએસકેના ચાહકો પણ ઘણા વફાદાર છે. દરેક સ્ટેડિયમમાં અમને યલો ટી-શર્ટ પહેરેલા ચાહકો જોવા મળતા હતા.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK