IPL 2020: 500 વિકેટ લેનાર બ્રાવોનું CSKએ આવી રીતે સ્વાગત કર્યું

Published: Sep 13, 2020, 19:56 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પોતાની ટીમ ત્રિનિદાદ નાઈટ રાઇડર્સને કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)નો ખિતાબ જીતાડયા પછી IPL 2020 માટે UAE પહોંચ્યો

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ચેન્નાઈ સુપરકિંગ્સ(CSK)નો ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો પોતાની ટીમ ત્રિનિદાદ નાઈટ રાઇડર્સને કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)નો ખિતાબ જીતાડયા પછી IPL 2020 માટે UAE પહોંચ્યો છે. તેનું અહીં સ્પેશ્યિલ રીતે સ્વાગત થયું હતું.

બ્રાવોએ રવિવારે તેનો એક વીડિયો પણ શેર કર્યો હતો. આમાં તેણે હોટલનો રૂમ બતાવ્યો હતો જ્યાં CSKએ તેના માટે એક ખાસ ગિફ્ટ તૈયાર કરી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

બ્રાવો માટે CSK ટીમે કેકની વ્યવસ્થા કરી હતી, જેનો દેખાવ મીની ક્રિકેટ સ્ટેડિયમ જેવો હતો. આ વીડિયોના કેપ્શનમાં બ્રાવોએ લખ્યું- ચેમ્પિયન વેલકમ, ફરીથી CSK જોડાવવું શાનદાર રહ્યું.

 
 
 
View this post on Instagram

A champion welcome!! Mr 500 @chennaiipl great to be back again @iplt20 #UAE #4DWIN

A post shared by Dwayne Bravo Aka Mr. Champion🏆 (@djbravo47) onSep 12, 2020 at 1:58pm PDT

બ્રાવોની સાથે મિશેલ સેન્ટનર અને ઇમરાન તાહિર પણ IPL રમવા UAE પહોંચ્યા છે. આ ત્રણેય ખેલાડીઓએ 6 દિવસ કવોરન્ટીનમાં રહેવું પડશે. તે પછી કોરોના રિપોર્ટ નેગેટિવ આવવા પર જ ટીમ સાથે જોડાય શકશે. તેવામાં આ ત્રણેય 19 સપ્ટેમ્બરે ઓપનિંગ મેચ નહિ રમી શકે.

બ્રાવો CPL દરમિયાન T-20માં 500 વિકેટ લેનાર પહેલો બોલર બન્યો હતો. તેણે 10 મેચમાં 9 વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડીઝના આ બોલરે IPLની 134 મેચમાં 23.17ની એવરેજથી 1483 રન બનાવ્યા છે. તેમજ 147 વિકેટ ઝડપી છે. બ્રાવો સિવાય કોલકાતા નાઇટ રાઈડર્સ તરફથી રમનાર આન્દ્રે રસેલ અને સુનિલ નારાયણ પણ UAE પહોંચ્યા છે. KKRએ પણ આ બંનેની તસવીર શેર કરી. KKRની પહેલી મેચ 23 સપ્ટેમ્બરે મુંબઇ ઇન્ડિયન્સ સામે રમશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK