Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બ્રાવો ૧૩મી ટેસ્ટમાં મામા બ્રાયનની બરાબરીથી એક ડગલું દૂર રહી ગયો

બ્રાવો ૧૩મી ટેસ્ટમાં મામા બ્રાયનની બરાબરીથી એક ડગલું દૂર રહી ગયો

24 November, 2011 10:25 AM IST |

બ્રાવો ૧૩મી ટેસ્ટમાં મામા બ્રાયનની બરાબરીથી એક ડગલું દૂર રહી ગયો

બ્રાવો ૧૩મી ટેસ્ટમાં મામા બ્રાયનની બરાબરીથી એક ડગલું દૂર રહી ગયો




(સાંઈ મોહન)





મુંબઈ, તા. ૨૪

એ પહેલાં ૧૯૪૬માં સિદ બાન્ર્સ જાણીજોઈને ૨૩૪ના સ્કોરે આઉટ થઈ ગયા હતા, કારણ કે થોડી મિનિટો પહેલાં તેમના પ્રિય સાથી બ્રૅડમૅન એ જ સ્કોરે આઉટ થયા હતા.



ગઈ કાલે ડૅરેન બ્રાવો ૧૬૬ રને હતો ત્યારે તેને તેના મામા બ્રાયન લારા (બ્રાયન લારા અને ડૅરેન બ્રાવોના મમ્મી એકબીજાંના કઝિન છે)ની જેમ ૧૩મી ટેસ્ટમાં ૧૬૭ રનના સ્કોરે પહોંચવાની તૈયારીમાં જ હતો. જોકે બ્રાવો ૧૬૬ રને આઉટ થઈ જતાં મામાની બરાબરીમાં નહોતો થઈ શક્યો. બ્રાવોએ પછીથી કહ્યું હતું કે ‘મેં એક રન વધુ કયોર્ હોત તો મારા લારાની બરાબરીમાં થઈ ગયો હોત. જોકે હું ઍરોનના સારા બૉલમાં આઉટ થઈ ગયો હતો.’

બ્રાયન લારા અને ડૅરેન બ્રાવો વચ્ચે ઘણાં સામ્યો

- ૧૨ ટેસ્ટને અંતે લારાના ખાતે ૯૪૧ રન હતા. બ્રાવોએ પણ આગલી એટલે પોતાની ૧૨મી ટેસ્ટના અંત સુધીમાં ૯૪૧ રન બનાવ્યા હતા.
- ૧૨ ટેસ્ટમૅચને અંતે લારાની બૅટિંગઍવરેજ ૪૭.૦૫ હતી. બ્રાવોની પણ ૪૭.૦૫ હતી.
- લારાએ ૧૩મી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે ૧૬૦નો આંકડો પાર કરીને ૧૬૭ રનનો સ્કોર રન નોંધાવ્યો હતો. બ્રાવોએ પણ ગઈ કાલે ૧૩મી ટેસ્ટમાં ૧૬૦નો મૅજિક ફિગર પાર કયોર્ અને ૧૬૬ના તેના સ્કોરે વિકેટ ગુમાવી હતી.
- લારાના ૧૩મી ટેસ્ટને અંતે ૧૧૦૮ રન હતા. બ્રાવોના ૧૩મી ટેસ્ટમાં અત્યારે ૧૧૦૭ રન છે.
- લારાની ૧૩મી ટેસ્ટમાં ૫૨.૭૬ની બૅટિંગઍવરેજ હતી. બ્રાવોની ૧૩મી ટેસ્ટમાં ૫૨.૭૧ની સરેરાશ છે.
- લારાના નામે ૧૩મી ટેસ્ટને અંતે બે સેન્ચુરી અને સાત હાફ સેન્ચુરી હતી. બ્રાવોના નામે અત્યારે ત્રણ સદી અને છ ફિફ્ટી-પ્લસ છે.
- લારાના નામે ૧૩ ટેસ્ટને અંતે પાંચ સિક્સર અને ૧૪૪ ફોર હતી. બ્રાવોના નામે ૧૭ સિક્સર અને ૧૧૪ ફોર છે.

 

Whatsapp-channel Whatsapp-channel

24 November, 2011 10:25 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK