આઇપીએલ જીતવા બ્રૅડ હૉગે આપી આરસીબીને સલાહ

Published: Jul 27, 2020, 16:23 IST | Agencies | Mumbai Desk

આરસીબી વિશે વાત કરતાં બ્રૅડ હૉગે કહ્યું કે ‘આ વર્ષે તેમની પાસે જીતવાની સારી તક છે. તેમની પાસે સારા પ્લેયર્સ છે, પણ દર વર્ષે તેઓ ક્યાંક ને ક્યાંક માર ખાઈ બેસે છે.

બ્રૅડ હૉગ
બ્રૅડ હૉગ

ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન સ્પિનર બ્રૅડ હૉગનું કહેવું છે કે આઇપીએલમાં વિરાટ કોહલીના નેતૃત્વવાળી રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની ટીમ ઘણી લોકપ્રિય છે. આ વર્ષે આઇપીએલની તેરમી સીઝન ૧૯ સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થવાની છે અને એને માટે ફ્રૅન્ચાઇઝીઓએ તૈયારી પણ શરૂ કરી દીધી. આરસીબી વિશે વાત કરતાં બ્રૅડ હૉગે કહ્યું કે ‘આ વર્ષે તેમની પાસે જીતવાની સારી તક છે. તેમની પાસે સારા પ્લેયર્સ છે, પણ દર વર્ષે તેઓ ક્યાંક ને ક્યાંક માર ખાઈ બેસે છે. આ વર્ષે ટીમમાં ઍરોન ફિન્ચનો સમાવેશ  થયો હોવાથી હવે તેઓ પાવરપ્લેની ઓવર સારી રીતે રમી શકશે અને મિડલ ઑર્ડરમાં રમવા આવનાર એબી ડિવિલિયર્સ તેમ જ વિરાટ કોહલીનો ભાર ઓછો કરી શકશે. બોલિંગમાં પણ તેમની પાસે ડેલ સ્ટેન અને કેન રિરચર્ડન જેવા સ્ટ્રૉન્ગ બોલર છે. ટૂંકમાં તેમની પાસે એક સારી એવી બૅલૅન્સ્ડ ટીમ છે. આ વર્ષે ટુર્નામેન્ટમાં એક સારી સ્ટ્રૅટેજી લઈને તેઓ ઊતરી શકે છે. મુંબઈ ઇન્ડિયન્સ માટે સારી વાત એ છે કે તેમની પાસે સારા ઑલરાઉન્ડર છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં તેમની પાસે જસપ્રીત બુમરાહ અને લસિથ મલિંગા જેવા દિગ્ગજ બોલર છે. હાર્દિક પંડ્યા પણ હવે પોતાની ઇન્જરીમાંથી બહાર આવી ચૂક્યો છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK