IPL : બ્રેડ હેડિન હૈદ્રાબાદ ટીમના આસિસ્ટન્ટ કોચ તરીકે જોડાયા

Published: Aug 21, 2019, 16:15 IST | Mumbai

ઓસ્ટ્રેલિયાનો પૂર્વ વિકેટકીપર બ્રેડ હેડિન IPL ની આગામી સીઝન 2020 માટે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે આસિસ્ટન્ટ કોચ તરીકે જોડાયો છે. હેડિન મુખ્ય કોચ ટ્રેવર બેલીસની આગેવાની કામ કરશે. હાલમાં જ બેલીસને ટોમ મૂડીની જગ્યાએ હૈદરાબાદનો હેડ કોચ બનાવવામાં આવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના પુર્વ વિકેટ કીપર બ્રેડ હેડિન
ઓસ્ટ્રેલિયાના પુર્વ વિકેટ કીપર બ્રેડ હેડિન

Mumbai : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ની તૈયારીઓ અત્યારથી શરૂઆત થઇ ગઇ છે. દરેક ટીમોએ પોત પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે મળી રહેલ મહિતી પ્રમાણે  ઓસ્ટ્રેલિયાનો પૂર્વ વિકેટકીપર બ્રેડ હેડિન IPL ની આગામી સીઝન 2020 માટે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે આસિસ્ટન્ટ કોચ તરીકે જોડાયો છે. હેડિન મુખ્ય કોચ ટ્રેવર બેલીસની આગેવાની કામ કરશે. હાલમાં જ બેલીસને ટોમ મૂડીની જગ્યાએ હૈદરાબાદનો હેડ કોચ બનાવવામાં આવ્યો હતો. હેડીને સિમોન હેલ્મટને આસિસ્ટન્ટ કોચ તરીકે રિપ્લેસ કર્યો છે. હેલ્મ્ટ અગાઉ મેલબોર્ન રેનેગેડ્સનો પણ આસિસ્ટન્ટ કોચ રહી ચૂક્યો હતો.


હેડિન અને બેલીસની જોડીએ હૈદ્રાબાદને 2012માં ચેમ્પિયન બનાવી હતી
2012 ચેમ્પિયન્સ લીગમાં હેડિન અને બેલીસની જોડીએ સિડની સિક્સર્સને ચેમ્પિયન બનાવી હતી. તે સમયે હેડિન સિડનીનો કેપ્ટન અને હેલ્મ્ટ કોચ હતો. આઇપીએલમાં બંને પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે. બંને આઇપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે અલગ અલગ સમયે જોડાયેલા હતા. હેડિન 2011માં તેમના વતી રમ્યો હતો, જયારે બેલીસ 2012થી 2015 દરમિયાન નાઈટ રાઈડર્સનો કોચ હતો.


આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

ઇંગ્લેન્ડના મુખ્ય કોચ તરીકે બેલીસ પાસે શાનદાર કામગીરી કરવાનો અનુભવ છે. તેના કોચિંગ ઇંગ્લેન્ડ પહેલી વાર વર્લ્ડકપ જીત્યું હતું. જયારે હેડિન 2017માં કાંગારુંનો ફિલ્ડિંગ અને વિકેટકીપિંગ કોચ રહી ચૂક્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK