ભારત-ઑસ્ટ્રેલિયા સિરીઝનું પરિણામ લગભગ બોલર્સ નક્કી કરશે : ઝહીર ખાન

Published: 21st November, 2020 14:17 IST | Agency | Mumbai

ઇન્ડિયાના ભૂતપૂર્વ બોલર ઝહીર ખાનનું માનવું છે કે ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી સિરીઝ મોટા ભાગે બોલર્સના પ્રદર્શન પર આધાર રાખશે અને કઈ ટીમ વિરોધી ટીમને ઓછા સ્કોરમાં અટકાવી શકે છે એ જોવા જેવું રહેશે.

ઝહીર ખાન
ઝહીર ખાન

ઇન્ડિયાના ભૂતપૂર્વ બોલર ઝહીર ખાનનું માનવું છે કે ઇન્ડિયા-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી સિરીઝ મોટા ભાગે બોલર્સના પ્રદર્શન પર આધાર રાખશે અને કઈ ટીમ વિરોધી ટીમને ઓછા સ્કોરમાં અટકાવી શકે છે એ જોવા જેવું રહેશે. આ સિરીઝમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મિશેલ સ્ટાર્ક અને પૅટ કમિન્સ જેવા દિગ્ગજ બોલરો એકબીજા સામે રમતા જોવા મળશે.

ઝહીર ખાને કહ્યું કે ‘ઑસ્ટ્રેલિયાની પિચમાં હંમેશાં સારો બાઉન્સ અને પેસ હોય છે એથી મને લાગે છે કે વન-ડે, ટી૨૦ અને ટેસ્ટ મૅચમાં એક યુનિટ તરીકે બોલર્સનું પ્રદર્શન વધારે નિર્ણાયક રહી શકશે. પોતાની બોલિંગ વડે તેઓ વિરોધી ટીમને કેટલા ઓછા રનમાં અટકાવી શકે છે એ જોવા જેવું રહેશે. આજના સમયના દિગ્ગજ બોલરની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે જેમનું નામ આપણને સૌથી પહેલાં યાદ આવે છે એ દરેક બોલર આ સિરીઝમાં આપણને રમતો જોવા મળશે. હા, એ વાત પણ સ્વાભાવિક છે કે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર ટીમમાં સામેલ થવાને લીધે ભારતીય ટીમને તગડી ફાઇટ મળી શકે છે. એવામાં કઈ ટીમ ફેવરિટ થશે એ કહેવું અઘરું છે, કારણ કે બન્ને ટીમમાં દિગ્ગજ બૅટ્સમેન અને બોલર્સ છે. માત્ર એટલું કહી શકાય કે આ સિરીઝ જોવાનું ઘણું રસપ્રદ રહેશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK