ડોમેસ્ટિક ક્રિકેટનું આયોજન કરવા માટે બેતાબ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે સીમિત મુકાબલાના સત્રના માળખા પર રાજ્ય અસોસિએશનની સલાહ માગી છે. ઘરેલુ સત્રના આયોજન માટે બીસીસીઆઇએ ડિસેમ્બરથી માર્ચ વચ્ચે દેશભરમાં ૬ જૈવિક રૂપથી સુરક્ષિત સ્થળ (બાયો-સિક્યૉર) તૈયાર કરવાની યોજના બનાવી છે.
રાજ્ય અસોસિએશનને લખેલા પત્રમાં બોર્ડે ઘરેલુ મુકાબલાના આયોજનને લઈને ચાર વિકલ્પ આવ્યા છે, જેમાં પ્રથમ વિકલ્પ માત્ર રણજી ટ્રોફીનું આયોજન છે. બીજો વિકલ્પ માત્ર સૈયદ મુશ્તાક અલી ટી૨૦ ટુર્નામેન્ટનું આયોજન છે. ત્રીજા વિકલ્પમાં રણજી ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું સંયોજન હશે અને ચોથા વિકલ્પમાં બે સીમિત ઓવર્સની ટુર્નામેન્ટ (સૈયદ મુશ્તાક અલી અને વિજય હઝારે ટ્રોફી) માટે વિન્ડો તૈયાર કરવી છે.
પત્ર અનુસાર બીસીસીઆઇએ ટુર્નામેન્ટના સંભવિત સમય પર વાત કરી છે. રણજી ટ્રોફી (૧૧ જાન્યુઆરીથી ૧૮ માર્ચ) માટે ૬૭ દિવસ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે. આ પત્રની કૉપી પીટીઆઇ પાસે છે. મુશ્તાક અલી ટ્રોફીના આયોજન માટે ૨૨ દિવસ (૨૦ ડિસેમ્બરથી ૧૦ જાન્યુઆરી)ની જરૂર પડશે, જ્યારે જો વિજય હઝારે ટ્રોફીનું આયોજન થાય તો એ ૧૧ જાન્યુઆરીથી ૭ ફેબ્રુઆરી વચ્ચે ૨૮ દિવસમાં આયોજિત થઈ શકે છે.
બીસીસીઆઇ ૩૮ ટીમની ઘરેલુ ટુર્નામેન્ટ માટે ૬ સ્થાનોએ જૈવિક રૂપથી સુરક્ષિત વાતાવરણ તૈયાર કરશે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ૩૮ ટીમના પાંચ ઍલિટ સમૂહ અને એક પ્લેટ સમૂહમાં વિભાજિત કરવામાં આવશે. ઍલિટ સમૂહમાં ૬-૬ ટીમ હશે, જ્યારે પ્લેટ સમૂહમાં ૮ ટીમ હશે.
પ્રત્યેક જૈવિક રૂપથી સુરક્ષિત વાતાવરણમાં ત્રણ આયોજન-સ્થળ હશે અને મૅચનું ડિજિટલ પ્રસારણ કરવામાં આવશે. બોર્ડે હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન યુએઈમાં જૈવિક રૂપથી સુરક્ષિત માહોલમાં કર્યું હતું અને અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ભાર આપતાં કહ્યું હતું કે સામાન્ય રીતે ઑગસ્ટમાં યોજાતા ઘરેલુ સત્રને પણ શરૂ કરી શકાય.
કૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ બદલ ક્રિકેટ બોર્ડના વાઇસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લાને મળી નોટિસ
16th January, 2021 14:39 ISTહાર્ટ-અટૅક આવ્યા બાદ સૌરવ ગાંગુલી હૉસ્પિટલમાં ઍડ્મિટ
3rd January, 2021 15:01 ISTસૌરવ ગાંગુલીને આવ્યો હાર્ટ-અટેક, હૉસ્પિટલમાં દાખલ
2nd January, 2021 14:58 ISTબિશનસિંહ બેદીએ છોડ્યું DDCA, સ્ટેન્ડ પરથી પોતાનું નામ હટાવવા પણ કીધું
23rd December, 2020 16:53 IST