Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ભારતની મહિલાઓએ લીધો ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલની હારનો બદલો

ભારતની મહિલાઓએ લીધો ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલની હારનો બદલો

03 July, 2017 07:26 AM IST |

ભારતની મહિલાઓએ લીધો ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલની હારનો બદલો

ભારતની મહિલાઓએ લીધો ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલની હારનો બદલો


woman cricket


મહિલા વર્લ્ડ કપમાં શાનદાર ફૉર્મમાં રહેલી ભારતીય ટીમે ગઈ કાલે પોતાની ત્રીજી મૅચમાં પાકિસ્તાનને ૯૫ રનથી હરાવીને ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પુરુષ ટીમની હારનો બદલો વાળી લીધો હતો. ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરતાં ભારતીય ટીમે ૫૦ ઓવરમાં ૧૬૯ રન બનાવ્યા હતા. જવાબમાં એકતા બિષ્ટની વેધક બોલિંગને કારણે પાકિસ્તાન ૭૪ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયેલી એકતાએ ૧૦ ઓવરમાં ૧૮ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. આ જીત સાથે મહિલા ટીમે ગયા વર્ષે મહિલા વ્૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મળેલી હારનો હિસાબ પણ ચૂકતે કર્યો હતો. ભારતીય ટીમ સતત ત્રીજા વિજય સાથે ગ્રુપમાં ટોચ પર પહોંચી હતી.




પાકિસ્તાનની ખરાબ બૅટિંગ

ભારતનો સ્કોર ઓછો હતો, પરંતુ પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં અત્યાર સુધી ક્યારેય ૧૩૪ કરતાં વધુ સ્કોર આંબી શકી નહોતી. એકતાએ પહેલી ચાર ઓવરના સ્પેલમાં આયેશા ઝફર (૧), સિદરા નવાઝ (ઝીરો) અને ઇરામ જાવેદ (ઝીરો)ને આઉટ કરી તરખાટ મચાવ્યો હતો અને બીજા સ્પેલમાં પણ બે વિકેટ લીધી હતી. ઝુલન ગોસ્વામીએ એક અને માનસી જોશીએ પણ બે વિકેટ લીધી હતી. દીપ્તિ શર્મા અને હરમનપ્રીત કૌર સામે પણ પાકિસ્તાનની ખેલાડીઓને રન લેવામાં મુશ્કેલી પડતી હતી. બન્નેએ એક-એક વિકેટ ઝડપી હતી.

સ્મૃતિ મંધાના નિષ્ફળ



મહિલા વર્લ્ડ કપમાં ગઈ કાલે પાકિસ્તાન સામે શાનદાર ફૉર્મમાં ચાલી રહેલી ભારતીય ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી. ભારતીય ટીમ ૯ વિકેટે ૧૬૯ રન જ કરી શકી હતી. આ મૅચમાં શાનદાર ફૉર્મમાં ચાલી રહેલી ઓપનર સ્મૃતિ મંધાના અને કૅપ્ટન મિતાલી રાજ નિષ્ફળ રહી હતી. એવું લાગી રહ્યું હતું કે ભારતીય મહિલા ટીમ ૫૦ ઓવર પણ નહીં રમી શકે, પરંતુ ઝુલન ગોસ્વામી અને સુષમા વર્માએ છેલ્લી મહત્વની પાર્ટનરશિપ કરતાં સ્કોરને ૧૫૦નો આંકડો પાર કરાવ્યો હતો.

ભારતની ખરાબ શરૂઆત

ઓપનર પૂનમ રાઉતે સૌથી વધુ ૪૭ રન બનાવ્યા હતા. એ ઉપરાંત દીપ્તિ શર્માએ ૨૮ અને હરમનપ્રીત કૌર ૧૦ તથા સુષમા (૩૩) અને ઝુલન (૧૦) બે આંકડાની સંખ્યામાં રન નહોતી બનાવી શકી. ભારતની શરૂઆત ઘણી ખરાબ અને ધીમી રહી હતી. ટીમનો સ્કોર ૭ રનનો હતો ત્યારે ચોથી ઓવરમાં ત્રીજા બૉલમાં જ ફૉર્મમાં ચાલી રહેલી મંધાના (૨) પૅવિલિયનમાં પાછી ફરી હતી. પૂનમ અને દીપ્તિએ સેટ થવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બન્ને ઝડપી રન નહોતી બનાવી શકી. બન્નેએ ૧૮.૫ ઓવરમાં ૩.૫૫ની ઍવરેજથી માત્ર ૬૭ રન કર્યા હતા. પૂનમ ૩ રન માટે હાફ સેન્ચુરી ચૂકી ગઈ હતી.

૮ ઓવરમાં માત્ર ૧૩ રન


જોકે ત્યાર બાદ ભારતની વિકેટો ઝડપથી પડી હતી. કૅપ્ટન મિતાલી રાજ માત્ર ૮ રન બનાવી શકી હતી. છેલ્લે સુષમા અને ઝુલને સાતમી વિકેટ માટે ૩૪ રનની પાર્ટનરશિપ કરી હતી. માનસી જોષી ૪ રન અને પૂનમ યાદવ ૬ રને નૉટઆઉટ રહી હતી. ભારત ૨૦૦ રનનો આંક પાર કરી શકી નહોતી, કારણ કે મોના મેશરમ (૩૫ બૉલમાં ૬ રન) અને હરમનપ્રીત (૨૩ બૉલમાં ૧૦ રન) વચ્ચે પાંચમી વિકેટ માટે ૮ ઓવરમાં માત્ર ૧૩ રનની જ પાર્ટનરશિપ થઈ હતી. પાકિસ્તાન તરફથી નાશરા સંધુએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

03 July, 2017 07:26 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK