કોરોના મહામારીને લીધે રાજ્યની સરહદ બંધ થવાથી હાલમાં ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલી ટી૨૦ લીગ બિગ બૅશની ત્રણ મૅચ સિડનીથી કૅનબેરાના મનૌકા ઓવલ સ્ટેડિયમમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બિગ બૅશના ચીફ ઍલિસ્ટર ડોબસને જણાવ્યું હતું કે ‘જાહેર આરોગ્યની સ્થિતિ અને સંબંધિત રાજ્યની સરહદ બંધ હોવાને લીધે બિગ બૅશની આ ૧૦મી સીઝન ચાલુ રહે એ સુનિશ્ચિત કરવા માટે આ ત્રણ મૅચોને સિડનીથી કૅનબેરા ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમે સિડની પર સતત નજર રાખી રહ્યા છીએ અને આગામી સમયમાં સિડનીમાં થનારી બાકીની મૅચ પર નિર્ણય લઈશું.’
જે મૅચોને શિફટ કરવામાં આવી છે એ છે ૧૩ જાન્યુઆરીની સિડની થન્ડર્સ અને સિડની સિક્સર્સ, ૧૬ જાન્યુઆરીની સિડની સિક્સર્સ અને પર્થ સ્કૉર્ચર્સ તથા ૧૮ જાન્યુઆરીની સિડની થન્ડર્સ અને હોબાર્ટ હરિકૅન્સ વચ્ચેનો સમાવેશ છે.
વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર હેડન વૉલ્શ જુનિયરનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ
16th January, 2021 14:39 ISTયૌનશોષણના મામલે પાકિસ્તાનનો કૅપ્ટન બાબર આઝમ મુશ્કેલીમાં
16th January, 2021 14:39 ISTઅર્જુન તેન્ડુલકરે કર્યું મુંબઈની ટીમમાં ડેબ્યુ, IPLમાં રમવાનો રસ્તો હવે ક્લિયર
16th January, 2021 14:39 ISTકૉન્ફ્લિક્ટ ઑફ ઇન્ટરેસ્ટ બદલ ક્રિકેટ બોર્ડના વાઇસ પ્રેસિડન્ટ રાજીવ શુક્લાને મળી નોટિસ
16th January, 2021 14:39 IST