ટીમ ઇન્ડિયાના ચાહકો માટે સારા સમાચાર, ટીમમાં આ ખેલાડી ફરી જોડાઇ ગયો

Updated: Jun 25, 2019, 23:39 IST | London

ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી એ એક વીડિયો શેર કર્યો છે, જેમાં ભુવનેશ્વર કુમાર બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે. ઈજાગ્રસ્ત બોલર ભુવનેશ્વર કુમાર મંગળવારે નેટ પ્રેક્ટિસમાં સામેલ થયો હતો. તેણે ઇનડોર પ્રેક્ટિસ દરમિયાન બોલિંગ કરી હતી.

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઇજાના કારણે ટીમમાંથી બહાર થઇ ગયો હતો. જેને પગલે ટીમની મુશ્કેલીમાં વધારો થયો હતો. જોકે હવે આ મુશ્કેલી ઓછી થઇ ગઇ છે. મળી રહેલ સમાચાર પ્રમાણે ભુવનેશ્વર કુમાર જલ્દીથી ટીમ ઇન્ડિયામાં પરત ફરશે. ભારતીય ક્રિકેટ બોર્ડે ટ્વીટમાં વીડિયો મુકીને તમામ લોકોને જણાવ્યું હતું કે ભુવનેશ્વર હવે પાછો ફર્યો છે અને જલ્દીથી મેદાન પર પણ જોવા મળશે.ભુવનેશ્વરે નેટ પ્રેકટીસ કરી
ભારતીય ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી એ એક વીડિયો શેર કર્યો છે, જેમાં ભુવનેશ્વર કુમાર બોલિંગ કરતો જોવા મળી રહ્યો છે. ઈજાગ્રસ્ત બોલર ભુવનેશ્વર કુમાર મંગળવારે નેટ પ્રેક્ટિસમાં સામેલ થયો હતો. તેણે માનચેસ્ટરમાં ઇનડોર પ્રેક્ટિસ દરમિયાન બોલિંગ કરી હતી. આ સિવાય બીસીસીઆઈએ પ્રેક્ટિસ સેશનની તસ્વીરો પણ શેર કરી છે. આ તસ્વીરોમાં કોચ રવિ શાસ્ત્રી ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર વિજય શંકર સાથે વાતચીત કરતા દેખાઈ રહ્યાં છે. ગુરૂવારે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ મેદાનમાં ઉતરશે.

આ પણ વાંચો : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

હેમસ્ટ્રિંગના કારણે મેદાન બહાર હતો
વર્લ્ડ કપમાં પાકિસ્કતાન સામેની મેચમાં ભુવનેશ્વર બોલીંગ કરતી વખતે હેમસ્ટ્રિંગની સમસ્યા થઈ હતી. આ કારણે તે મેદાન છોડીને બહાર ગયો હતો. ત્યાર બાદ અફઘાનિસ્તાન સામેની મેચમાં પણ તે બહાર રહ્યો હતો.
 ભુવનેશ્વર ઈજાગ્રસ્ત થયા બાદ ફાસ્ટ બોલર નવદીપ સૈની ભારતીય ટીમ સાથે જોડાવા માટે સોમવારે માનચેસ્ટર પહોંચી ગયો છે. પરંતુ ટીમ મેનેજમેન્ટે ફાસ્ટ બોલર ભુવનેશ્વરની સ્થિતિ પર અત્યાર સુધી કંઇ અપડેટ આપ્યું નથી. ભારતીય ટીમે તે સ્પષ્ટ કરી દીધું છે કે નવદીપ માત્ર એક નેટ બોલરના રૂપમાં ટીમ સાથે જોડાયો છે. સૈનીને વિશ્વકપ માટે પસંદ કરાયેલી 15 સભ્યોની ટીમમાં એક સ્ટેન્ડ બાયના રૂપમાં પસંદ કરવામાં આવ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK