ભૂપતિ-બોપન્ના સેમીમાં : વર્લ્ડ ટૂર ફાઇનલમાં ક્વૉલિફાય થયા

Published: 3rd November, 2012 22:13 IST

ભારતીય ટેનિસ જોડી મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાએ પૅરિસમાં ચાલી રહેલી માસ્ટર્સ ટુર્નામેન્ટમાં ડબલ્સની સેમીમાં પહોંચીને વર્ષના અંતે લંડનમાં યોજાનારી એટીપી (અસોસિએશન ઑફ ટેનિસ પ્રોફેશનલ્સ) વર્લ્ડ ટૂર ફાઇનલ્સ માટે ક્વૉલિફાય કરી લીધું છે.

પૅરિસ:

પૅરિસમાં ગઈ કાલે ભૂપતિ-બોપન્નાની જોડીએ ક્વૉર્ટર ફાઇનલમાં પોલૅન્ડની જોડી મોરિસ ફિસ્ર્ટનબર્ગ અને મર્સિન મૅટકોવ્સ્કીને ૬-૭, ૬-૩, ૧૦-૪થી હાર આપીને સેમીમાં પ્રવેશ કરી લીધો હતો. ભૂપતિ પ્રતિષ્ઠિત વર્લ્ડ ટૂર ફાઇનલમાં ચાર (૧૯૯૭, ૧૯૯૯, ૨૦૦૦માં લિએન્ડર પેસ સાથે અને ૨૦૧૦માં બેલારુસના મૅક્સ મર્નિી સાથે) વખત રનર-અપ રહી ચૂક્યો છે, જ્યારે બોપન્ના ગયા વર્ષે પહેલી વાર આ ટુર્નામેન્ટમાં તેના પાકિસ્તાની પાર્ટનર ઐસામ-ઉલ-હક કુરેશી સાથે રમ્યો હતો. ભારતીય જોડી આ વર્ષે ૨૯ મૅચ જીતી છે અને ૨૦માં એણે હાર જોવી પડી છે.  

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK