Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સ્ટોક્સ બધાનું ઘણું ધ્યાન રાખતો, છેલ્લી બે ટેસ્ટમાં મિસ કરીશુંઃ આર્ચર

સ્ટોક્સ બધાનું ઘણું ધ્યાન રાખતો, છેલ્લી બે ટેસ્ટમાં મિસ કરીશુંઃ આર્ચર

12 August, 2020 05:03 PM IST | Southampton
IANS

સ્ટોક્સ બધાનું ઘણું ધ્યાન રાખતો, છેલ્લી બે ટેસ્ટમાં મિસ કરીશુંઃ આર્ચર

બેન સ્ટોક્સ

બેન સ્ટોક્સ


 જોફ્રા આર્ચરનું કહેવું છે કે છેલ્લી બે ટેસ્ટ મૅચમાં તેઓ બેન સ્ટોક્સને મિસ કરશે. ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાનારી છેલ્લી બે ટેસ્ટ મૅચમાં બેન સ્ટોક્સ ફૅમિલીને લગતા કારણસર નહીં રમે. સ્ટોકની વાત કરતાં જોફ્રા આર્ચરે કહ્યું કે ‘અમારે હવે બેન વગર કામ પૂરું પાડવાનું છે. અમે તેને ઘણો મિસ કરીશું. તે મિડલ ઑર્ડરમાં જે કામ કરે છે એનાથી વધારે તેનો દબદબો ડ્રેસિંગરૂમમાં જોવા મળે છે. હું જ્યારે મૅન્ચેસ્ટરમાં ક્વૉરન્ટીન હતો ત્યારે તે દરેક રાતે મારી પાસે આવતો અને મારી તબિયત પૂછી જતો અને જો રૂટ પણ એ જ પ્રમાણે કામ કરતો. જો તમને કોઈ તકલીફ હોય તો સ્ટોક્સ તમને મદદ કરવા ઊભો રહે છે. આ સમયમાં તેના માટે તેનો પરિવાર મહત્ત્વનો છે તેણે ન્યુ ઝીલૅન્ડમાં હોવું જોઈએ. અમે તેની મનઃસ્થિતિ સમજીએ છીએ અને તેને સપોર્ટ કરીએ છીએ. તે જ્યારે રેડી થશે ત્યારે ટીમમાં કમબૅક કરશે.’


Whatsapp-channel Whatsapp-channel

12 August, 2020 05:03 PM IST | Southampton | IANS

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK