Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મુંબઈના વિજયરથને પુણેએ રોક્યો

મુંબઈના વિજયરથને પુણેએ રોક્યો

25 April, 2017 06:50 AM IST |

મુંબઈના વિજયરથને પુણેએ રોક્યો

 મુંબઈના વિજયરથને પુણેએ રોક્યો



ગઈ કાલે વાનખેડેમાં રમાયેલી મૅચમાં પોતાના બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે પુણેએ મુંબઈને ત્રણ રનથી હરાવી દીધું હતું. આમ સતત છ મૅચમાં વિજય મેળવનાર મુંબઈની ટીમનો વિજયરથ અટક્યો હતો. ટુર્નામેન્ટની શરૂઆતમાં પણ પુણેએ મુંબઈને હરાવ્યું હતું. જોકે ત્યાર બાદ મુંબઈની ટીમે સતત સારું પ્રદર્શન કરતાં ૧૨ પૉઇન્ટ સાથે પૉઇન્ટ ટેબલમાં મોખરાનું સ્થાન મેળવ્યું હતું. ગઈ કાલે પુણેએ આપેલા જીત માટે ૧૬૧ રનના લક્ષ્યાંક સામે મુંબઈની ટીમ ૮ વિકેટે માત્ર ૧૫૭ રન કરી શકી હતી. કૅપ્ટન રોહિત શર્માએ શાનદાર ૫૮ રન કર્યા હતા તેમ જ ઓપનર પાર્થિવ પટેલે પણ ૩૩ રન કર્યા હતા. જોકે મુંબઈના અન્ય બૅટ્સમેનો પોતાના સારા ફૉર્મને યથાવત્ રાખી શક્યા નહોતા.



પુણેના ઓપનર અજિંક્ય રહાણે (૩૮) અને રાહુલ ત્રિપાઠી (૪૫) વચ્ચે ઓપનિંગમાં શાનદાર ૭૬ રનની પાર્ટનરશિપ થઈ હતી. ૧૨ બૉલમાં આક્રમક ૧૭ રન ઉપરાંત બે વિકેટ લેનાર બેન સ્ટોક્સને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો.




Whatsapp-channel Whatsapp-channel

25 April, 2017 06:50 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK