Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રિકી પૉન્ટિંગને ડર છે કે ઍશિઝમાં બેન સ્ટોક્સ ફ્લિન્ટોફ શો રિપીટ કરી શકે

રિકી પૉન્ટિંગને ડર છે કે ઍશિઝમાં બેન સ્ટોક્સ ફ્લિન્ટોફ શો રિપીટ કરી શકે

28 July, 2019 10:20 AM IST | બ્રિસ્બેન

રિકી પૉન્ટિંગને ડર છે કે ઍશિઝમાં બેન સ્ટોક્સ ફ્લિન્ટોફ શો રિપીટ કરી શકે

બેન સ્ટોક્સ ફ્લિન્ટોફ શો રિપીટ કરી શકે

બેન સ્ટોક્સ ફ્લિન્ટોફ શો રિપીટ કરી શકે


ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગનું માનવું છે કે ‘મૅચ્યોર્ડ’ ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ પહેલી ઑગસ્ટથી શરૂ થઈ રહેલી ઍશિઝ સિરીઝમાં મહત્ત્વનો રોલ નિભાવી શકે છે. એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં પૉન્ટિંગે કહ્યું હતું કે ‘એવું લાગે છે કે સ્ટોક્સ ઘણી મૅચ્યોરિટી સાથે રમી રહ્યો છે. તેને કોઈ પણ પ્રકારની ઉતાવળ હોય એવું જરા પણ નથી દેખાતું. મારા મતે વર્લ્ડ કપમાં તે દરેક સિચુએશનને સમજીને એ પ્રમાણે રમતો હતો. આ મૅચ્યોરિટીની નિશાની છે. તે સમજે છે કે તેની ટીમ તેની પાસેથી કેવો પર્ફોર્મન્સ ઇચ્છે છે. તે ખૂબ સારો પ્લેયર છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે અમુક ઇનિંગ્સ એટલી સુપર્બ રમી છે કે જાણે આપણે વર્લ્ડના બેસ્ટ બૅટ્સમૅનની બૅટિંગ જોતા હોઈએ. તેની બોલિંગ અને ફીલ્ડિંગ પણ બહુ સારી છે. ૨૦૦૫ની ઍશિઝ સિરીઝમાં જેમ એન્ડ્રયુ ફ્લિન્ટોફે ઇંગ્લૅન્ડને ૨-૧થી યાદગાર જીત અપાવી હતી એમ આ વખતે સ્ટોક્સ છવાઈ જાય તો નવાઈ નહીં. જો ઑસ્ટ્રેલિયાએ ઍશિઝ જીતવી હોય તો તેમણે સ્ટોક્સને શાંત રાખવો પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

28 July, 2019 10:20 AM IST | બ્રિસ્બેન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK