ધોનીના ‘બલિદાન બેચ’ ને BCCIનું સમર્થન, ICCને લખી ચિઠ્ઠી

Jun 07, 2019, 14:47 IST

ધોનીના ગ્લવ્ઝ પર રહેલા બલિદાન બેચનું નિશાન ધ્યાનમાં આવતા ધોની લાઈમ-લાઈટમાં આવ્યો હતો. જો કે ત્યારબાદ ICCએ BCCIને ધોનીની ગ્લવ્ઝ પર રહેલુ નિશાન હટાવવા માટે કહ્યું હતું.

ધોનીના ‘બલિદાન બેચ’ ને BCCIનું સમર્થન, ICCને લખી ચિઠ્ઠી
બલિદાન બેચને BCCIનુ સમર્થન

સાઉથ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ભારતના સ્ટાર અને કેપ્ટન કુલ તરીકે જાણીતો ધોની હાલ ચર્ચાનો વિષય બન્યો છે. તેના વિકેટકિપીંગ ગ્લવ્ઝ પર ‘બલિદાન બેચ’ ના કારણે સૌનું ધ્યાન ધોની તરફ આકર્ષાયું છે. ધોનીના ગ્લ્વઝ પર રહેલા બલિદાન બેચને હટાવવાના ICCના ફરમાન સામે BCCIએ ધોનીનું સમર્થન કર્યું છે. ધોનીના ગ્લવ્ઝ પર રહેલા બલિદાન બેચનું નિશાન ધ્યાનમાં આવતા ધોની લાઈમ-લાઈટમાં આવ્યો હતો. જો કે ત્યારબાદ ICCએ BCCIને ધોનીની ગ્લવ્ઝ પર રહેલુ નિશાન હટાવવા માટે કહ્યું હતું.

જાણો, ધોની વિશે શું કર્યું વિનોદ રાયે

બલિદાન બેચ વિશે ધોનીનું સમર્થન કરતા BCCIએ COA ચીફ વિનોદ રાયે કહ્યું હતું કે, 'ધોનીના ગ્લવ્ઝ પર જે નિશાન છે તે કોઈ ધર્મનું પ્રતીક નથી કે કોઈ કોમર્શિયલ પણ નથી. અમે અમારા પ્લેયર્સની સાથે ઉભા છીએ. આ પહેલા ICCને ચિઠ્ઠી લખીને આ ગ્લવ્ઝ પહેરવા માટે ચિઠ્ઠી લખવામાં આવી હતી કે, ધોનીને બલિદાન બેચ વાળા ગ્લવ્ઝ પહેરવા માટે અનુમતી આપવામાં આવે.'

રાજીવ શુક્લાએ પણ ધોનીનું સમર્થન કર્યું

આ સિવાય પણ રાજીવ શુક્લાએ એક ટીવી ચેનલ સાથે વાત કરતા કહ્યું હતું કે, 'ધોનીએ ખોટુ કર્યું નથી. આઈસીસી તરફથી માત્ર કોમર્શિયલ એન્ડોર્સમેન્ટ માટે મનાઈ છે. ICCના કોઈ પણ નિયમનો ભંગ થયો નથી અને એમ પણ ધોનીના આ ગલ્વઝ પહેરવાની અનુમતીને લઈને પત્ર મોકલી દેવામાં આવ્યો હતો.'

આ પણ વાંચો: ICC નું ફરમાન, ધોનીને હટાવવું પડશે ગ્લલવ્ઝમાંથી સેનાનું સન્માન !

ધોની લેફ્ટનન્ટ કર્નલનું રેન્ક ધરાવે છે

ધોની હમેશા સેના માટે તેમનું સન્માન દર્શાવતા આવ્યા છે. ધોનીને 2011માં લેફ્ટનન્ટ કર્નલની રેન્ક આપવામાં આવ્યો હતો. ધોનીએ પેરા ટ્રૂપરની સફળ ટ્રેનિંગ કરી હતી. ધોની 2015માં સફળ ટ્રેનિંગ બાદ ટ્રેન્ડ પેરાટ્રૂપર બન્યા હતા જેના કારણે ધોની આ બેચનો ઉપયોગ કરી શકે છે અને આ બેચ વાપરવાની યોગ્યતા ધરાવે છે. પેરાટ્રૂપરની ટ્રેનિંગ દરમિયાન ધોનીએ 1,250 ડાઈવ પણ લગાવી હતી અને માત્ર દોઢ મિનિટની અંદર જમીન પર લેન્ડ કર્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK