Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > હાર્દિક-રાહુલ પરની કાર્યવાહીને પૂર્વ અધિકારીઓએ ગણાવી ડબલ સ્ટાન્ડર્ડ

હાર્દિક-રાહુલ પરની કાર્યવાહીને પૂર્વ અધિકારીઓએ ગણાવી ડબલ સ્ટાન્ડર્ડ

14 February, 2019 04:13 PM IST |

હાર્દિક-રાહુલ પરની કાર્યવાહીને પૂર્વ અધિકારીઓએ ગણાવી ડબલ સ્ટાન્ડર્ડ

હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલ

હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલ


મહિલાઓ વિશેની વિવાદાસ્પદ કમૅન્ટને કારણે હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમને ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ દરમ્યાન અધવચ્ચે જ ભારત પાછા ફરવા જણાવાયું છે. જોકે ક્રિકેટ બોર્ડના જૂના હોદ્દેદારોએ બે મહિલાઓ દ્વારા જાતીય સતામણીના આરોપ કરવા છતાં ક્રિકેટ બોર્ડના ઘ્ચ્બ્ રાહુલ જોહરી સામે કાર્યવાહી ન કરીને વહીવટદારોની સમિતિએ બેવડું ધોરણ અપનાવ્યાનો આરોપ મૂક્યો છે. ગઈ કાલે મુંબઈમાં ભૂતપૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસનના વફાદારો જેવા કે અનિરુદ્ધ ચૌધરી, નિરંજન શાહ સહિત ૧૪ રાજ્યોના પ્રતિનિધિઓ મYયા હતા જેમાં તેમણે ખેલાડીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી સામે ચિંતા વ્યક્ત કરી હતી. વહીવટદારોએ મહિલાઓની જાતીય સતામણીના આરોપ છતાં ઘ્ચ્બ્ને સસ્પેન્ડ કર્યા નહોતા.

આ પણ વાંચોઃ જે બસમાં હાર્દિક અને રાહુલ હોય એમાં પત્ની-દીકરીને લઈને નહીં બેસું : હરભજન



વહીવટદારોની સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે આ મામલે તપાસ તરત પૂરી કરવા પર ભાર મૂક્યો હતો તો અન્ય સભ્ય ડાયના એદલજીએ કહ્યું હતું કે તપાસ મામલે ઉતાવળ ન કરવી જોઈએ.


 


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2019 04:13 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK