આફ્રિકા સામેની ટી20 સીરિઝમાં ભારતીય ટીમ જાહેર : ધોનીની બાદબાકી

Published: Aug 29, 2019, 21:51 IST | Mumbai

આફ્રિકા સામેની ટી20 સીરિઝમાં ધોનીને ટીમમાં સ્થાન મળ્યું ન હતું. ધોનીના સ્થાને રિષભ પંતને તક આપી હતી અને તેને આફ્રિકા સામેની ટી20 સીરિઝમાં મુખ્ય વિકેટ કીપર તરીકે પસંદ કરાયો હતો.

Mumbai : ભારતીય ક્રિકેટ બોર્ડે સાઉથ આફ્રિકા સામે રમાનાર 3 ટી20 મેચની સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું એ છે કે જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે ધોની ટીમમાં જોડાય. પરંતુ ધોનીના ચાહકોને નિરાશ થાય તેવા સમાચાર મળ્યા હતા. આફ્રિકા સામેની ટી20 સીરિઝમાં ધોનીને ટીમમાં સ્થાન મળ્યું ન હતું. ધોનીના સ્થાને રિષભ પંતને તક આપી હતી અને તેને આફ્રિકા સામેની ટી20 સીરિઝમાં મુખ્ય વિકેટ કીપર તરીકે પસંદ કરાયો હતો.

બુમરાહ અને ભુવનેશ્વરને આરામ અપાયો
ટીમ ઇન્ડિયામાં ગુજ્જુ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારને સાઉથ આફ્રિકા સામે આરામ આપવામાં આવ્યો છે. ટીમમાં ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની વાપસી થઈ છે. પંડ્યાને વર્લ્ડકપ બાદ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન આરામ આપવામાં આવ્યો હતો. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની બોલિંગથી સૌને પ્રભાવિત કરનાર નવદીપ સૈનીને ફરી ટીમમાં તક આપવામાં આવી છે.

આ પણ જુઓ : ક્રિકેટ પીચની બહાર પણ અનોખો છે સચિનનો અંદાજ

આફ્રિકા સામેની ત્રણ મેચની ટી20 સીરિઝ 15 સપ્ટેમ્બરથી ધર્મશાળામાં શરૂ થશે
સાઉથ આફ્રિકા સામેની સીરિઝની પહેલી મેચ 15 સપ્ટેમ્બરના રોજ ધર્મશાલામાં રમાશે. તો બીજી મેચ 18 સપ્ટેમ્બરે મોહાલીમાં રમાશે અને ત્રીજી મેચ 22 સપ્ટેમ્બરે બેંગલુરુમાં રમાશે.

આ પણ જુઓ : ઝીવા ધોની મમ્મી સાક્ષી સાથે આ રીતે ફરી રહી છે લંડન

આ છે ટીમ ઈન્ડિયા:
વિરાટ કોહલી (સુકાની), લોકેશ રાહુલ, શિખર ધવન, મનિશ પાંડે, શ્રેયાસ અય્યર, રિષભ પંત (વિકેટ કીપર), રવિન્દ્ર જાડેજા, હાર્કિદ પંડ્યા, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, નવદિપ સૈની, રાહુલ ચહર, ખલિલ અહમદ, દિપક ચહર.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK