ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડ એટલેકે બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ફરીથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સૌરવ ગાંગુલીને બુધવારે 27 જાન્યુઆરીએ શહેરની અપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમને દાખલ કરી શકાય છે. છાતીમાં દુખાવાની ફરિયાદને કારણે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
તાજેતરમાં જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો, તેમાંથી સ્વસ્થ થઈને તેઓ ઘરે પાછા ફર્યા છે. સમાચાર એજન્સી અનુસાર બીસીસીઆઈના વડા સૌરવ ગાંગુલીને છાતીમાં દુખાવોની ફરિયાદ બાદ કોલકાતાની એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સૌરવ ગાંગુલી જ્યારથી બીમાર થયા છે, ત્યારથી તેઓ કોલકાત્તાથી બહાર ગયા નથી. આ અગાઉ તેઓ અમદાવાદ અને દિલ્હીમાં કેટલાક સમારોહમાં ભાગ લીધો હતો.
BCCI Chief Sourav Ganguly being taken to Apollo Hospital in Kolkata after he complained of chest pain. More details awaited.
— ANI (@ANI) January 27, 2021
(File photo) pic.twitter.com/e72Iai7eVz
નોંધપાત્ર વાત એ છે કે સૌરવ ગાંગુલી આ પહેલા 2 જાન્યુઆરીએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ તેમને કોલકાત્તાનાં જ વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની એન્જીયોપ્લાસ્ટી કરાઈ હતી. તે સમય દરમિયાન ડૉક્ટરે જણાવ્યું હતું કે તેમની છાતીમાં બે બ્લૉકેજ છે, જેના માટે તેની સારવાર કરવામાં આવી હતી. સૌરવ ગાંગુલને સારવાર બાદ 7 જાન્યુઆરીએ હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી, પરંતુ હવે 20 દિવસ બાદ ફરીથી સમસ્યા આવી છે.
તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે, જ્યારે સૌરવ ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારે આવી બાબતો સામે આવી હતી કે તેમના પર રાજકારણમાં જોડાવનું દબાણ છે. જોકે, આ અંગે સૌરવ ગાંગુલી તરફથી એના પર કોઈ નિવેદન આવ્યું નથી. એટલું જ નહીં થોડા દિવસો પછી તેમના ભાઈ સ્નેહાશીષ ગાંગુલીની પણ એન્જીયોપ્લાસ્ટી કરાવી પડી હતી. તેમને પણ છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરી હતી.
Sourav Ganguly: BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
31st January, 2021 17:24 ISTગાંગુલીની થઈ બીજી ઍન્જિયોપ્લાસ્ટી, તેને વધુ બે સ્ટન્ટ બેસાડવામાં આવ્યાં
29th January, 2021 17:36 ISTBCCI અધ્યક્ષ Sourav Gangulyની આજે બીજી વાર એન્જીયોપ્લાસ્ટી કરાઇ
28th January, 2021 18:16 ISTગાંગુલીની તબિયત ફરી લથડતાં હૉસ્પિટલમાં દાખલ
28th January, 2021 13:15 IST