ટીમ સિલેક્શન મામલે BCCIના સિલેક્ટર્સને સવાલ, પુછવામાં આવ્યા કારણો

Jul 13, 2019, 20:40 IST

BCCIએ વર્લ્ડ કપમાં ટીમ સિલેક્શન મામલે સિલેક્ટર્સની કલાસ લગાવી છે. બોર્ડે ટીમ ઈન્ડિયાના વર્લ્ડ કપમાં હાર્યા પછી સિલેક્ટર્સને સવાલ પૂછવામાં આવ્યા છે

ટીમ સિલેક્શન મામલે BCCIના સિલેક્ટર્સને સવાલ, પુછવામાં આવ્યા કારણો

BCCIએ વર્લ્ડ કપમાં ટીમ સિલેક્શન મામલે સિલેક્ટર્સની કલાસ લગાવી છે. બોર્ડે ટીમ ઈન્ડિયાના વર્લ્ડ કપમાં હાર્યા પછી સિલેક્ટર્સને સવાલ પૂછવામાં આવ્યા છે. વર્લ્ડ કપ 2019ના સેમી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને ન્યુ ઝીલેન્ડ સામે 18 રને હારનો સામનો કરવો પડ્યો હતો અને વર્લ્ડ કપનું સપનું રોળાયું હતું. BCCIએ ટીમ ઈન્ડિયાની હારના કારણ માટે સિલેક્ટર્સને સવાલ પૂછ્યા છે.

ભારતીય ટીમના ટેસ્ટ ઓપનર લોકેશ રાહુલને ચાક નંબર માટે પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને વિજય શંકર જે ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદ માટે 4 નંબર માટે પસંદગી કરી હતી તેને બહાર બેસાડવામાં આવ્યો હતો. પરંતુ શિખર ધવનના ઈજાગ્રસ્ત થતા લોકેશ રાહુલ સાથે ઓપનિંગ અને તેમની જગ્યાએ રિષભ પંતને નંબર 4 માટે ઈંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા. આ સંજોગમાં વિજય શંકરને મોકો મળ્યો તેમ છતા ખાસ પ્રદર્શન કરી શક્યા નહી અને ઈજાગ્રસ્ત પણ થયા હતા.ટ

આ પણ વાંચો: કેપ્ટન કૂલ ધોની પાસે છે Audi, Hummer સહિત આ ગાડીઓનું કલેક્શન

વર્લ્ડ કપ દરમિયાન અંબાતી રાયડૂને ન સિલેક્ટ કરવા સામે ઘણા સવાલો ઉઠ્યા હતા એટલું જ નહી એક પણ વન-ડે મેચ રમનારા મયંક અગ્રવાલને ટીમમાં સ્થાન આપવા સામે પણ ઘણા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.BCCIએ એમએસકે પ્રસાદની આગેવાની વાળી સિલેક્ટર્સની ટીમને આવા અનેક પ્રશ્નો પુછ્યા હતા. BCCIના અધિકારીએ કહ્યું હતું કે, જ્યારે સિલેક્ટર્સ મેચ કે સિરીઝ જીતવા પર ઈનામ ડિઝર્વ કરે છે તો હાર પર તેની જવાબદારી પણ સ્વીકારવી જોઈએ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK