બ્રેક પછી વિરાટ કોહલી વધુ સારો પ્લેયર બની જાય છે : બાસુ શંકર

Published: Sep 07, 2020, 15:49 IST | PTI | New Delhi

ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટ્રેન્થ ઍન્ડ કન્ડિશનિંગ કોચ બાસુ શંકરનું કહેવું છે કે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના કૅપ્ટન વિરાટ કોહલીને બ્રેક મળતાં તે વધારે સારો પ્લેયર બની જાય છે.

બાસુ શંકર
બાસુ શંકર

 ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્ટ્રેન્થ ઍન્ડ કન્ડિશનિંગ કોચ બાસુ શંકરનું કહેવું છે કે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના કૅપ્ટન વિરાટ કોહલીને બ્રેક મળતાં તે વધારે સારો પ્લેયર બની જાય છે. કોરોના મહામારીને કારણે કોહલી પાંચ મહિના પ્રૅક્ટિસ નહોતો કરી શક્યો, પણ નેટમાં આવતાં જ તેણે જબરદસ્ત ફટકાબાજી શરૂ કરી દીધી છે. કોહલી વિશે વાત કરતાં બાસુ શંકરે કહ્યું કે ‘કોહલી અગાઉ કરતાં વધારે સારા શેપમાં આવી ગયો છે. તેની બૉડીનું વજન અને મૂવમેન્ટની પૅટર્ન પહેલાં કરતાં સારી છે. તાજેતરમાં મળેલા બ્રેકનો તેણે સારો એવો ઉપયોગ કર્યો અને પોતાના ફિઝિકલ પૉઇન્ટ પર કામ કર્યું છે. મારા ખ્યાલથી તેના જીવનનું લક્ષ્ય ‘મહેનત કરો અને તાજ પહેરો’ જેવું છે. ઘરે પણ તે પોતાનું જમવાનું સમયસર લેતો હતો. એકદમ વ્યસ્ત શેડ્યુલમાં જે કામકાજ શક્ય નથી એ તેણે લૉકડાઉન દરમ્યાન પૂરાં કર્યાં છે. તેનામાં વધેલો આત્મવિશ્વાસ તેના ઍટિટ્યુડમાં અને કામકાજમાં દેખાઈ રહ્યો છે. ટીમના દરેક પ્લેયર હવે સારા શેપમાં આવી ગયા હોવાથી મૅચ રમવાની રાહ જોવાઈ રહી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK