Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રણજી મૅચની થ્રિલરમાં હરિયાણા સામે બરોડાનો એક વિકેટે વિજય

રણજી મૅચની થ્રિલરમાં હરિયાણા સામે બરોડાનો એક વિકેટે વિજય

28 November, 2012 05:52 AM IST |

રણજી મૅચની થ્રિલરમાં હરિયાણા સામે બરોડાનો એક વિકેટે વિજય

રણજી મૅચની થ્રિલરમાં હરિયાણા સામે બરોડાનો એક વિકેટે વિજય




રોહતક : હરિયાણા સામેની દિલધડક રણજી મૅચમાં ગઈ કાલે બરોડાએ એક વિકેટે જીત મેળવી લીધી હતી. બરોડાને જીતવા ૧૩૨ રનનો ટાર્ગેટ મળ્યો હતો અને ઇરફાન પઠાણ તથા યુસુફ પઠાણ વિનાની આ ટીમે ૧૦૮ રનમાં ૯ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ છેલ્લા બે બૅટ્સમેનો ઉત્કર્ષ પટેલ (૧૪ નૉટઆઉટ, ૧૭ બૉલ, બે ફોર) અને ભાર્ગવ ભટ્ટે (૧૪ નૉટઆઉટ, ૧૩ બૉલ, એક સિક્સર)ની જોડીએ હરિયાણાના મચક નહોતી આપી. આ જોડીએ છેલ્લી વિકેટ માટેની પચીસ રનની ભાગીદારીની મદદથી હરિયાણાના હાથમાંથી વિજય આંચકી લીધો હતો. કૅપ્ટન અંબાતી રાયુડુ એક જ રન બનાવી શક્યો હતો.





હરિયાણાના ફાસ્ટ બોલર મોહિત શર્માનો પાંચ વિકેટનો પફોર્ર્મન્સ એળે ગયો હતો.

મહારાષ્ટ્રનો પ્લેયર રેકૉર્ડ-બુકમાં



વિદર્ભ સામે ડ્રૉ થયેલી મૅચમાં મહારાષ્ટ્રના વિરાગ આવટેએ ભારતની ફસ્ર્ટ-ક્લાસ ક્રિકેટના એક વિક્રમની બરાબરી કરી હતી. ગઈ કાલે તે કરીઅરની પ્રથમ મૅચના બન્ને દાવમાં સદી (૧૨૬ અને ૧૧૨) ફટકારનાર નરી કૉન્ટ્રૅક્ટર પછીનો બીજો પ્લેયર બન્યો હતો.

પંજાબ મોખરે, મુંબઈ બીજું

રણજી ટ્રોફીના પૉઇન્ટ્સ-ટેબલમાં ગ્રુપ ‘એ’માં પંજાબ ૪ મૅચ રમીને ૨૩ પૉઇન્ટ સાથે મોખરે છે. ત્રણ મૅચ રમેલા મુંબઈના બીજા નંબરે ૭ અને સૌરાષ્ટ્રના ૬ પૉઇન્ટ છે. ગ્રુપ ‘બી’માં ઓડિસા અને બરોડા ચાર-ચાર મૅચ પછી ૧૩-૧૩ પૉઇન્ટ સાથે નંબર વન છે. ગ્રુપ ‘સી’માં આસામના સૌથી વધુ ૧૬ પૉઇન્ટ છે.

હૈદરાબાદ સામેની મૅચ ડ્રૉ, મુંબઈને મળ્યો માત્ર એક પૉઇન્ટ

હૈદરાબાદમાં મુંબઈ-હૈદરાબાદની મૅચ ડ્રૉ થઈ હતી. જોકે હૈદરાબાદને પ્રથમ દાવની ૨૫૬ રનની લીડ બદલ ત્રણ પૉઇન્ટ મળ્યાં હતા, જ્યારે મુંબઈના નસીબમાં એક પૉઇન્ટ આવ્યો હતો. હૈદરાબાદના અક્ષથ રેડ્ડી (૧૯૬) અને હનુમા વિહારી( ૧૯૧) પછી ગઈ કાલે બી. સંદીપ (૧૧૭) નામના પ્લેયરે સદી ફટકારી હતી. આ ત્રણ સદીની મદદથી હૈદરાબાદ ગઈ કાલે ૬૯૯ રને ઑલઆઉટ થયું હતું.

ભુવનેશ્વરમાં ગુજરાત-રેલવે મૅચ ડ્રૉ થઈ હતી. ફસ્ર્ટ ઇનિંગ્સમાં ૧૯૧ રનથી પાછળ રહેલા ગુજરાતે ગઈ કાલે બીજા દાવમાં મનપ્રીત જુનેજા (૧૫૩ નૉટઆઉટ) અને રુશ કાલરિયા (૧૦૦)ની સદીની મદદથી ૮ વિકેટે ૫૫૧ રન બનાવીને દાવ ડિક્લેર કયોર્ હતો. જોકે એ સમયે મૅચ ડ્રૉ જાહેર થઈ હતી. ગુજરાતે બીજા દાવમાં સાડાપાંચસો રન ખડકવા છતાં એને એક પૉઇન્ટ મળ્યો હતો અને રેલવેને પ્રથમ દાવની લીડ બદલ ત્રણ પૉઇન્ટ મળ્યાં હતા.

દિલ્હીમાં દિલ્હી સામે તામિલનાડુના બૅટ્સમેનો આખો દિવસ બૅટિંગ કરીને મૅચ ડ્રૉ કરાવવામાં સફળ થયા હતા. દિલ્હીના પ્રથમ દાવના ૪ વિકેટે ૫૫૫ ડિક્ર્લેડના જવાબમાં તામિલનાડુએ ફસ્ર્ટ ઇનિંગ્સમાં ૨૨૬ રને ઑલઆઉટ થયા પછી ગઈ કાલે છેલ્લા દિવસે ઓપનર અરુણ કાર્તિકના અણનમ ૧૨૧ રનની મદદથી બે વિકેટે ૨૨૦ રન બનાવ્યા હતા. તામિલનાડુના બૅટ્સમેનોએ દિલ્હીના બોલરોને બીજા દાવમાં પોતાના પર વર્ચસ જમાવવાનો મોકો નહોતો આપ્યો. જોકે દિલ્હીને લીડ લેવા બદલ ત્રણ પૉઇન્ટ મળ્યાં હતા અને તામિલનાડુને એક પૉઇન્ટ મળ્યો હતો.

બૅન્ગલોરમાં જાણીતા પ્લેયરોવાળી કર્ણાટકની ટીમનો ઓડિસા સામે ૬૫ રનથી પરાજય થયો હતો. રૉબિન ઉથપ્પા, મનીષ પાન્ડે, સ્ટુઅર્ટ બિન્ની અને વિનયકુમાર જેવા ખેલાડીઓવાળી કર્ણાટકની ટીમને જીતવા ૨૪૫ રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ આ યજમાન ટીમ ૧૭૯ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. એમાં ઉથપ્પાના ૪૫ રન હાઇએસ્ટ હતા. ઓડિસાના અલોકચંદ્ર સાહુ નામના પેસબોલરે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

Whatsapp-channel Whatsapp-channel

28 November, 2012 05:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK