બંગલા દેશે સિરીઝ ૩-૨થી જીતી લીધી

Published: 9th December, 2012 08:15 IST

છેલ્લે બ્લન્ડર કર્યા પછી વિજય મેળવ્યો : પોલાર્ડની ફટકાબાજી પાણીમાં ગઈમીરપુર : બંગલા દેશે ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે સિરીઝ ૩-૨થી જીતી લીધી હતી.

છેલ્લી રોમાંચક મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે ૧૭ રનમાં ત્રણ વિકેટો ગુમાવ્યા બાદ કીરૉન પોલાર્ડ (૮૫ રન, ૭૪ બૉલ, આઠ સિક્સર, પાંચ ફોર) અને ડ્વેઇન બ્રાવો (૫૧ રન, ૧૦૮ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)ના મોટા યોગદાનોથી કુલ ૨૧૭ રન બનાવ્યા હતા.

બંગલા દેશે ૪૪ ઓવરમાં ૮ વિકેટે ૨૨૧ રન બનાવીને વિજય મેળવ્યો હતો.

૪૪મી ઓવરના પાંચમા બૉલમાં બંગલા દેશે જીતવા એક રન કરવાનો બાકી હતો. બૅટ્સમૅન નાસિર હુસેને શૉટ માર્યા પછી તે અને એલિયાસ સની રન લેવા દોડ્યા હતા, પરંતુ ફોર ગઈ એવું માનીને સની પોતાની ક્રીઝમાં નહોતો પહોંચ્યો અને જીતી ગયા હોવાનું માનીને બન્ને બૅટ્સમેનો પૅવિલિયન તરફ ભાગવા લાગ્યા હતા. જોકે બાઉન્ડરી લાઇન તરફથી બૉલ આવ્યા પછી પોલાર્ડે સ્ટમ્પ્સ ઉડાવી દીધા હતા. કૅપ્ટન ડૅરેન સૅમીએ રન પૂરો ન થયો હોવાની અપીલ કરી હતી અને અમ્પાયરોએ સનીને રનઆઉટ પણ નહોતો આપ્યો અને બન્નેને ફરી બૅટિંગમાં આવવા કહ્યું હતું. પછીના બૉલમાં હુસેને ફોર ફટકારીને બંગલા દેશને વિજય અપાવ્યો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK