શાકિબ અને તમીમની સદીએ ઝિમ્બાબ્વેને હંફાવ્યું

Published: 5th November, 2014 06:09 IST

શાકિબ-અલ-હસન અને તમીમ ઇકબાલની સદીને કારણે બંગલા દેશના ખુલનામાં રમાતી ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ-મૅચના બીજા દિવસે બંગલા દેશની ટીમની સ્થિતિ મજબૂત બની હતી.


બંગલા દેશે ૧૦ વિકેટે ૪૩૩ રન બનાવ્યા છે. જવાબમાં મૅચનો સમય પૂરો થયો ત્યારે ઝિમ્બાબ્વેની ટીમે ૫૩ રને એક વિકેટ ગુમાવી હતી. બંગલા દેશ હજી ૩૮૦ રન પાછળ છે અને એની ૯ વિકેટ બાકી છે. બંગલા દેશ ઢાકામાં રમાયેલી પહેલી ટેસ્ટ-મૅચ જીતી ચૂક્યું છે. બંગલા દેશના બૅટ્સમૅન તમીમ તથા શાકિબ વચ્ચે ચોથી વિકેટ માટે ૧૩૨ રનની પાર્ટનરશિપ થઈ હતી. શાકિબે ૧૩૭ રન કરી પોતાની ત્રીજી ટેસ્ટસદી તો તમીમે ૧૦૯ રન કરીને પાંચમી ટેસ્ટસદી ફટકારી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK