World Cup 2019 : હાર બાદ બાંગ્લાદેશના સુકાની મુર્તજાએ આ ખેલાડીની માફી માંગી

London | Jul 07, 2019, 10:14 IST

શાકિબનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું હતું. મેચમાં ઘણીવાર તે એકલા હાથે પોતાની ટીમને જીત અપાવતો હતો.પણ ટીમના બાકીના ખેલાડીઓનું તેને સમર્થન મળ્યું નહી. ટીમના સુકાની મુશરફે મુર્તજાએ પણ આ વાતને માની અને ટીમ તેની પ્રમાણે પ્રદર્શન ન કરવા પર તેની માફ માંગી.

World Cup 2019 : હાર બાદ બાંગ્લાદેશના સુકાની મુર્તજાએ આ ખેલાડીની માફી માંગી
બાંગ્લાદેશના સુકાની મુર્તજા

London : ICC વિશ્વ કપ 2019 માં લીગ સ્ટેજની તમામ મેચો પુરી થઇ ગઇ છે. હવે 9 જુલાઇથી વર્લ્ડ કપની સેમી ફાઇનલ મેચો શરૂ થશે. આ વચ્ચે ટુર્નામેન્ટ દરમ્યાન બાંગ્લાદેશના શાકિબ અલ હસનનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું હતું. મેચમાં ઘણીવાર તે એકલા હાથે પોતાની ટીમને જીત અપાવતો હતો.પણ ટીમના બાકીના ખેલાડીઓનું તેને સમર્થન મળ્યું નહી. ટીમના સુકાની મુશરફે મુર્તજાએ પણ આ વાતને માની અને ટીમ તેની પ્રમાણે પ્રદર્શન ન કરવા પર તેની માફી પણ માગી છે. વિશ્વ કપ 2019માં પોતાની અંતિમ લીગ મેચમાં શુક્રવારે પાકિસ્તાન સામે 94 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પણ શાકિબે શાનદાર ઇનીંગ રમતા 64 રન ફટકાર્યા હતા. આ સાથે તે વિશ્વ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે.


શાકિબે 8 મેચમાં8 ઈનિંગ રમી હતી અને તેમાં તેણે કુલ606 રન બનાવ્યા છે. આ વિશ્વકપમાં તેણે 2 સદી અને 5 અડધી સદી ફટકારી છે. પરંતુ તે ટૂર્નામેન્ટની પૂરી થયા સુધી સૌથી વધુ રન બનાવનારની યાદીમાંથી પ્રથમ સ્થાનેથી હટી શકે છે. કારણ કે બીજા સ્થાન પર રોહિત શર્મા છે.જ્યારે ત્રીજા સ્થાન પર ડેવિડ વોર્નર. રોહિતના 544 રન છે અને વોર્નરના 516. ભારત અને ઓસ્ટ્રેલિયા બંન્ને સેમિફાઇનલમાં પહોંચી ગયા છે અને રોહિત તથા વોર્નર શાનદાર ફોર્મમાં છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયા બાદ મુર્તજાએ માંગી માફી
શાકિબે બેટની સાથે બોલથી પણ મહત્વનું યોગદાન આપ્યું છે અને
8 મેચોમાં 11 વિકેટ ઝડપી છે. મહત્વનું છે કે શાકિબ મેન ઓફ ધ સિરીઝના પ્રબળ દાવેદારોમાંથી એક છે. મેચ બાદ મુર્તજાએ કહ્યું કે, શાકિબ શાનદાર રમ્યો, પરંતુ બાકી ટીમ તેનો સાથ આપી શકી નથી. મુર્તજાએ વધુમાં કહ્યું કે, 'મને લાગે છે કે અંતિમ 2 મેચોમાં તો શાકિબ શાનદાર રમ્યો. તેણે શાનદાર બેટિંગ કરી પરંતુ અમે ભાગીદારી ન કરી શક્યા. બંન્ને મેચ 50-50ની સ્થિતિમાં હતી, અમે લક્ષ્ય હાસિલ કરી શકતા હતા, પરંતુ ભાગીદારી ન થઈ શકી. હું શાકિબની આ વાત માટે માફી માગવા ઈચ્છું છું, કારણ કે અમે થોડા આગળ આવીને મહેનત કરત તો પરિણામ બીજું મળી શકતું હતું. તે બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંબ બધામાં લાજવાબ રહ્યો.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK