મેઘરાજા વરસે એ પહેલાં બંગલા દેશે વીજળીના રૂપમાં ત્રાટકીને કૅરિબિયનોને આપ્યો કાતિલ કરન્ટ
બંગલા દેશે કૅરિબિયનોને બાવીસ ઓવરમાં ૬૧ રનમાં તંબુ ભેગા કર્યા પછી ૨૦ ઓવરમાં બે વિકેટે ૬૨ રન કરીને ૮ વિકેટે મૅચ જીતી લીધી હતી. ૨૦મી ઓવરના છેલ્લા બૉલમાં વિનિંગ રન બન્યો ત્યાર પછી તરત જ વરસાદ શરૂ થઈ ગયો હતો. તમીમ ઇકબાલે ટીમમાં સૌથી વધુ અણનમ ૩૬ રન બનાવ્યા હતા.
૧૬ રનમાં ૪ વિકેટ લેનાર
શાકીબ-અલ-હસન મૅન ઑફ ધ મૅચ બન્યો હતો, જ્યારે સિરીઝમાં સેકન્ડ-હાઇએસ્ટ ૧૬૪ રન કરવા ઉપરાંત ૪ વિકેટ લેનાર માર્લન સૅમ્યુલ્સને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ મળ્યો હતો. આગલી બન્ને મૅચ મીરપુરમાં રમાઈ હતી, જ્યારે ગઈ કાલની મૅચ ચિત્તાગૉન્ગમાં રાખવામાં આવી હતી. ચિત્તાગૉન્ગની વિકેટ લો અને સ્લો હતી. એના પર બૉલ બહુ બાઉન્સ નહોતો થતો તેમ જ પડીને ધીમો થઈ જતો હતો એટલે બૅટ્સમૅનને શૉટ ફટકારવામાં બહુ તકલીફ થતી હતી. બૉલ ઘણો ટર્ન પણ થતો હતો અને મૅચ પહેલાંના વરસાદને લીધે આઉટફીલ્ડમાં બૉલની ગતિ ઝડપથી ઘટી જવાથી બૅટ્સમેનો બહુ રન નહોતા બનાવી શક્તા.
વેસ્ટ ઇન્ડીઝને ઓપનર લેન્ડલની ખોટ વર્તાઈ
સિરીઝમાં સૌથી વધુ ૨૦૨ રન બનાવનાર ઓપનર લેન્ડલ સિમન્સ ઈજાને કારણે નહોતો રમ્યો અને વેસ્ટ ઇન્ડીઝને તેની મોટી ખોટ વર્તાઈ હતી. બંગલા દેશી ઑફ સ્પિનર નાસિર હુસેને ગઈ કાલે વન-ડેમાં પહેલી બે વિકેટ લીધી હતી અને એમાં ઓપનર કીરૅન પોવેલ (૨૫ રન) કીરૉન પોલાર્ડ (૦) તેના શિકાર બન્યા હતા. વેસ્ટ ઇન્ડીઝના બૅટ્સમેનો ધૈર્ય અને સમજદારી વગર રમ્યા હતા. કૅરિબિયન ઓપનરો ડૅન્ઝા હયાત અને કીરૅન પોવેલ પહેલી ૬ ઓવરમાં માંડ ૧૦ રન કરી શક્યા હતા.
જે દેશી રસી કોવૅક્સિન પર વિપક્ષોએ ઊભા કર્યા હતા સવાલ, એ જ પીએમ મોદીએ મુકાવી
2nd March, 2021 10:08 ISTવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ
1st March, 2021 08:40 ISTબે વર્ષ બાદ ૪૧ વર્ષની ઉંમરે ગેઇલ કરી રહ્યો છે કમબૅક
28th February, 2021 13:33 ISTપાંચ રાજ્યમાં ચૂ્ંટણી જાહેર: પોલિંગ સ્ટાફનું વૅક્સિનેશન થશે
27th February, 2021 11:45 IST