ઇન્ટરનૅશનલ ક્રિકેટ અને આઇપીએલ જેવી ટુર્નામેન્ટ વચ્ચે સંતુલન જરૂરી છે: સંગકારા

Published: 21st February, 2021 12:33 IST | Gujarati Mid-day Correspondent | Columbo

આઇપીએલમાં પહેલી વાર કોઈ શ્રીલંકન ખેલાડી નહીં હોય

કુમાર સંગકારા
કુમાર સંગકારા

શ્રીલંકન લેજન્ડ ક્રિકેટર કુમાર સંગકારા ઇન્ટરનૅશનલ ક્રિકેટને બદલે આઇપીએલ જેવી ફ્રૅન્ચાઇઝી ક્રિકેટને મહત્ત્વ આપવાની વિરુદ્ધમાં છે, પણ તે કહે છે કે રમતના વિકાસ માટે આઇસીસી અને મેમ્બરોએ બન્ને વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. આ સંતુલન પર્ફેક્ટ કે આદર્શ ન હોઈ શકે, પણ એ જાળવવું જરૂરી છે.

આઇપીએલને લીધે અનેક દેશોની ઇન્ટરનૅશનલ સિરીઝની તારીખો એકમેક સાથે ક્લૅશ થઈ રહી છે. ન્યુ ઝીલૅન્ડ અને બંગલા દેશે ઇન્ટરનૅશનલ સિરીઝ છતાં તેમના ખેલાડીઓને આઇપીએલમાં રમવા માટે ન રોકવાનો નિર્ણય લીધો છે. આ બાબતે વાત કરતાં રાજસ્થાન રૉયલ્સના ડિરેક્ટર ઑફ ક્રિકેટ કુમાર સંગકારાએ કહ્યું કે ‘આ વાત જાણીતી છે કે દરેક કૉન્ટ્રૅક્ટ ઇન્ટરનૅશનલ ક્રિકેટ કરતાં ઉપર નથી. આઇપીએલનો કૉન્ટ્રૅક્ટ એ રીતે બનાવવામાં આવ્યો છે જેમાં રમાનાર ખેલાડીએ પોતાના દેશના ક્રિકેટ બોર્ડ પાસેથી એનઓસી લાવવી પડે છે. મને લાગે છે કે આઇપીએલ અને ઇન્ટરનૅશનલ ક્રિકેટ વચ્ચે સંતુલન જાળવી શકાય છે. જોકે એ ક્યારેય આદર્શ કે પર્ફેક્ટ નહીં હોય, પણ ખેલાડી અને સ્થાનિક બોર્ડ માટે લાભદાયી હોઈ શકે છે.’

આઇપીએલમાં પહેલી વાર કોઈ શ્રીલંકન ખેલાડી નહીં હોય

આઇપીએલના ‍ઑક્શનમાં કોઈ ટીમે શ્રીલંકન ખેલાડીઓને ન ખરીદતાં આગામી સીઝનમાં ટુર્નામેન્ટના ઇતિહાસમાં પહેલી વાર એવું બનશે કે એમાં શ્રીલંકાનો એક પણ ખેલાડી નહીં હોય. ગઈ સીઝનમાં લસિથ મલિન્ગા અને ઇસરુ ઉડાના બે ખેલાડીઓ હતાં. જોકે મલિન્ગા અમુક કારણસર ખસી ગયો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK