સાયના, સિંધુ અને શ્રીકાંત સિંગાપોર ઓપનની ક્વાટર ફાઈનલમાં પહોચ્યા

Apr 11, 2019, 20:54 IST

ભારતની સ્ટાર ત્રિપુટી સિંગાપોર ઓપનના ક્વાટર ફાઈનલમાં પહોંચી ગયા છે. સિંગાપોર ઓપનની બીજા રાઉન્ડમાં મેચમાં કિદાંબી શ્રીકાંત, પી.વી. સિંધુ અને સાયના નહેવાલે પોતાની મેચમાં જીતીને ક્વાટર ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી છે.

સાયના, સિંધુ અને શ્રીકાંત સિંગાપોર ઓપનની ક્વાટર ફાઈનલમાં પહોચ્યા
સિંગાપોર ઓપનની ક્વાટર ફાઈનલમાં પહોચ્યા

ભારતની સ્ટાર ત્રિપુટી સિંગાપોર ઓપનના ક્વાટર ફાઈનલમાં પહોંચી ગયા છે. સિંગાપોર ઓપનની બીજા રાઉન્ડમાં મેચમાં કિદાંબી શ્રીકાંત, પી.વી. સિંધુ અને સાયના નહેવાલે પોતાની મેચમાં જીતીને ક્વાટર ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી છે. પોતાના ફોર્મને જાળવતા ત્રણેય પ્લેયરોએ ક્વાટર ફાઈનલમાં જગ્યા બનાવી છે.

મેચ સિંગલ્સ મેચમાં કિદાંબી શ્રીકાંતે ડેનમાર્કના હાંસ ક્રિશ્ટિયનને 21-12, 23-21ના બે રાઉન્ડમાં હરાવીને ક્વાટર ફાઈનલમાં જગ્યા બનાવી છે. શ્રીકાંત ક્વાટર ફાઈનલમાં કેંટો મોમોટા અને એચ એસ પ્રણયની વચ્ચે જે જીતશે તેની સામે થશે. શ્રીકાંત સિવાય સાયના અને સિંધુ પણ ક્વાટર ફાઈનલમાં પહોંચી હતી. પી.વી. સિંધુએ પણ ડેનમાર્કની મિયા બ્લિફેલ્તને 21-13, 21-19થી હરાવી હતી. પી. વી સિંધુ અને મિયા વચ્ચે 40 મિનિટ સુધી ઈનિંગ રમી હતી. પહેલો સેટ સિંધુએ આરામથી પોતાના નામે રહ્યો હતો જ્યારે બીજા સેટમાં થોડો સંઘર્ષ કરવો પડ્યો હતો.

 

આ પણ વાંચો: IPL 2019: હારનો બદલો લેવા મેદાન પર ઉતરશે રાજસ્થાન

 

સાયના નહેવાલે પણ થાઈલેન્ડની પોર્નપાવી ચોચુવોંગને હરાવીને ક્વાટર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ મેચ ઘણી રસાકસી ભરેલી હતી જો કે અંતમાં સાયના નહેવાલે મેચ પોતાના નામે રહી હતી સાયના નહેવાલે ચોચુવોંગને 21-16,18-21 અને 21-19 પોઈન્ટથી હરાવી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK