બબીતા ફોગાટના ઘરે ટૂંક સમયમાં આવશે નાનકડું મહેમાન

Published: 22nd November, 2020 14:20 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

બોલીવુડ, રાજનીતિ તેમજ રમત જગત સાથે જોડાયેલા લોકો પણ બબીતા તેમજ વિવેકને વધામણી આપી રહ્યા છે.

બબીતા ફોગાટના ઘરે ટૂંક સમયમાં આવશે નાનકડું મહેમાન
બબીતા ફોગાટના ઘરે ટૂંક સમયમાં આવશે નાનકડું મહેમાન

દંગલ ગર્લના નામે જાણીતી આંતરરાષ્ટ્રીય રેસલર, ભાજપા નેતા, હરિયાણા મહિલા વિકાસ નિગમની ચૅર પર્સન બબીતા ફોગાટના ઘરે ટૂંક સમયમાં જ એક નાનકડા મહેમાનનું આગમન થવાનું છે. બબીતા ફોગાટે સોશિયલ મીડિયા પર એક તસવીર શૅર કરી છે, જેમાં તે પતિ વિવેક સાથે બેબી બમ્પ બતાવતી જોવા મળે છે. તસવીર સાથે જ બબીતાએ એ પણ જણાવ્યું કે જીવનના આ નવા અધ્યાયને શરૂ કરવા માટે તે ખૂબ જ ઉત્સાહિત છે અને રાહ જોઇ રહી છે. બબીતા ફોગાટ દ્વારા સોશિયલ મીડિયા પર બેબી બમ્પ દર્શાવતી તસવીર શૅર કર્યા પછી ચાહકો તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. બોલીવુડ, રાજનીતિ તેમજ રમત જગત સાથે જોડાયેલા લોકો પણ બબીતા તેમજ વિવેકને વધામણી આપી રહ્યા છે.

ડિસેમ્બર 2019માં થયા હતા લગ્ન
નોંધનીય છે કે દંગલ ગર્લ બબીતા ફોગાટે એક ડિસેમ્બર 2019ના રોજ ભારતના કેસરી રેસલર વિવેક સુહાગ સાથે લગ્ન કર્યા હતા. બબીતાના પૈતૃક ગામ બલાલીમાં ખૂબ જ સાદાઇથી લગ્નની વિધિઓ પૂરી કરી હતી. મહિલા પહેલવાન બબીતા ફોગાટ કૉમનવેલ્થ, એશિયન ગેમ્સ તેમજ અન્ય કેટલીય આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય પ્રતિયોગિતાઓમાં કુશ્તીમાં પદક જીતીને દેશનું ગર્વ વધાર્યું છે. રમતમાં તેની ઉપલબ્ધિઓને જોતા સરકાર દ્વારા બબીતાની હરિયાણા પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. પણ વર્ષ 2019માં તેણે આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

 
 
 
View this post on Instagram

A post shared by Babita Phogat (@babitaphogatofficial)

મહિલા વિકાસ નિગમની ચેર પર્સન છે બબીતા
બબીતા ફોગાટે વર્ષ 2019માં ભાજપની ટિકિટ પર દાદરીમાંથી વિધાનસભા ચૂંટણી લડી હતી. પણ તેમાં તે હારી ગઈ હતી. પછી પ્રદેશ સરકાર દ્વારા તેને રમત વિભાગમાં ઉપનિદેશક બનાવવામાં આવી હતી. આ પદપરથી પણ બબીતાએ થોડાંક જ સમયમાં રાજીનામું આપી દીધું હતું. તાજેતરમાં જ બબીતાને હરિયાણા મહિલા વિકાસ નિગમના ચૅરપર્સન બનાવવામાં આવ્યાં છે. બબીતા ફોગાટ જ્વલંત મુદ્દે સોશિયલ મીડિયાના માધ્યમે બેબાકીથી પોતાની રાય પણ આપે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK