પાકિસ્તાન ક્રિકેટ ટીમના કૅપ્ટન બાબર આઝમ પર એક મહિલાએ તાજેતરમાં આરોપ લગાવ્યો છે કે બાબરે ૧૦ વર્ષ સુધી મારું શારીરિક શોષણ કર્યું હતું અને મને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.
પાકિસ્તાનની એક ચૅનલે પ્રસારિત કરેલા સમાચારમાં બાબર આઝમ પર આરોપ લગાવતાં મહિલાએ કહ્યું કે ‘બાબર અને હું ત્યારથી રિલેશનશિપમાં છીએ જ્યારે તે ક્રિકેટર પણ નહોતો. અમે બન્ને એક જ એરિયામાં રહેતાં હતાં. ૨૦૧૦માં તેણે મને પ્રપોઝ કર્યું અને એ મેં સ્વીકારી લીધું હતું. જેમ-જેમ સમય વીતતો ગયો એમ-એમ લગ્નનો વિચાર કરવા લાગ્યાં. અમે અમારા પરિવારજનોને પણ આ વાત જણાવી, પણ તેમણે એ નકારી કાઢી હતી. ૨૦૧૧માં અમે ઘરથી ભાગી ગયાં અને બાબર મને કહ્યા કરતો કે આપણે કોર્ટ-મૅરેજ કરીશું. અમે કેટલાક ભાડાના ઘરમાં પણ સમય વિતાવ્યો હતો, પણ તે લગ્નને સતત નકારતો રહ્યો હતો. ૨૦૧૪માં જેવો તે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં સામેલ થયો એવો તેનો સ્વભાવ બદલાવા લાગ્યો. બીજા વર્ષે મેં તેને નિકાહ કરવાનું કહ્યું ત્યારે પણ તેણે એ વાત નકારી કાઢી હતી. ૨૦૧૬માં મેં તેને કહ્યું કે હું ગર્ભવતી છું ત્યારે તેણે અજીબ રીતે વર્તન કરવાનું અને મારું શારીરિક શોષણ કરવાનું શરૂ કરી દીધું. અમે ઘરથી ભાગ્યાં હતાં એટલે હું મારા ઘરે પણ નહોતી જઈ શકતી. ૨૦૧૭માં મેં બાબર વિરુદ્ધ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. તેણે ૧૦ વર્ષ સુધી મારું શારીરિક અને યૌન શોષણ કર્યું હતું.
મહિલાએ જણાવ્યા પ્રમાણે બાબરે તેના એક મિત્રના માધ્યમથી તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો. બાબરે મહિલાને જીવથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ મહિલાએ દાવો કર્યો છે.
હાલમાં બાબર ન્યુ ઝીલૅન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાનની ક્રિકેટ ટીમની કમાન સંભાળી રહ્યો છે.
હાફિઝ સઈદના બે સાગરીતોને ૧૫ વર્ષની કેદની સજા ફટકારતી પાકિસ્તાનની કોર્ટ
14th January, 2021 16:27 ISTતાવને કારણે ન્યુ ઝીલૅન્ડની ટૂરમાંથી આઉટ થયો ફખર ઝમાન
24th November, 2020 14:51 ISTપાકિસ્તાન ક્રિકેટ બોર્ડમાં પહેલી સ્વતંત્ર મહિલા સભ્ય બની ગઈ આલિયા ઝફર
11th November, 2020 18:18 ISTપાકિસ્તાનમાં બસ-ટ્રેન અથડાતાં 19 સીખ શ્રદ્ધાળુઓના જીવ ગયા
4th July, 2020 12:09 IST