Patanjali IPL 2020: સ્પૉન્સરશિપની દોડમાં પતંજલિ પણ સામેલ

Updated: Sep 15, 2020, 22:15 IST | Shilpa Bhanushali | Mumbai Desk

ચાઇનીઝ મોબાઇલ કંપની વીવોનું નામ આ વર્ષે ટાઇટલ સ્પૉન્સરમાંથી ખસેડ્યા બાદ યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ પણ આ દોડમાં સામેલ છે.

પતંજલિ આઇપીએલ?
પતંજલિ આઇપીએલ?

ઇન્ડિયન પ્રીમિયર લીગ(Indian Premere League)ના ટાઇટલ સ્પૉન્સરશિપ(Title Sponsership)ની હોડમાં વધુ એક કંપનીનું નામ સામે આવી રહ્યું છે. ચાઇનીઝ મોબાઇલ કંપની વીવો(Vivo)નું નામ આ વર્ષે ટાઇટલ સ્પૉન્સરમાંથી ખસેડ્યા બાદ યોગગુરુ બાબા રામદેવ(Baba Ramdev)ની કંપની પતંજલિ(Patanjali) પણ આ દોડમાં સામેલ છે. કંપની તરફથી આ વાતની પુષ્ઠિ પણ કરવામાં આવી છે.

પતંજલિના પ્રવક્તા એસ કે તિજારાવાલાએ એક ન્યૂઝ એજન્સી સાથે વાતચીતમાં આ વાતની પુષ્ઠિ પણ કરી છે. તિજારાવાલાએ કહ્યું કે, "અમે આ વર્ષે આઇપીએલની ટાઇટલ સ્પૉન્સરશિપ વિશે વિચારી રહ્યા છીએ, કારણકે અમે પતંજલિ બ્રાન્ડને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માગીએ છીએ." તેમણે એ પણ કહ્યું કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડને આ માટે પ્રસ્તાવ મોકલવાની તૈયારી પણ કરી દેવામાં આવી છે.

માર્કેટના જાણકાર જો કે એ વાતને માને છે કે એક ચાઇનીઝ કંપનીના વિકલ્પ માટે એક રાષ્ટ્રીય બ્રાન્ડ તરીકે પતંજલિનો દાવો ખૂબ જ મજબૂત છે પણ તેમનું એ માનવું છે કે મલ્ટીનેશનલ બ્રાન્ડ તરીકે સ્ટાર પાવર ઓછો છે.

વીવો બાદ હવે કોણ?
ભારત અને ચીન વચ્ચે તણાવને કારણે ચાઇનીઝ મોબાઇલ ફોન નિર્માતા કંપની વીવોએ આ વર્ષે ટાઇટલ સ્પૉન્સશિપમાંથી હટવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બૉર્ડે પણ આ વાતની પુષ્ઠિ કરી. વીવો ટાઇટલ સ્પૉન્સરશિપ માટે દરવર્ષે 440 કરોડ રૂપિયા ચૂકવે છે. કોરોના વાયરસને કારણે આ સમયે માર્કેટની સ્થિતિ વધારે સારી નથી તેથી બૉર્ડ પણ સમજે છે કે એક વર્ષ માટે કદાચ કોઇપણ નવી કંપની વીવો જેટલું પેમેન્ટ ન પણ કરે.

આ કંપનીઓ પણ હોડમાં સામેલ
એક ન્યૂઝ એજન્સી પ્રણે ઑનલાઇન શૉપિંગ દિગ્ગ જ કંપની એમેઝૉન, ફેન્ટસી સ્પોર્ટ્સ કંપની ડ્રીમ 11 અને ચટીમ ઇન્ડિયાની જર્સી સ્પૉન્સર અને ઑનલાઇન લર્નિંગ કંપની સિવાય આ વર્ષે ટાઇટલ સ્પૉન્સરશિપની દોડમાં સામેલ છે.

પતંજલિના આઇપીએલમાં સ્પૉન્સરશિપ માટે નામ નોંધાવ્યા બાદ આઇપીએલ ચાહકોમાં પતંજલિ પર અનેક મીમ્સ બનાવવામાં આવ્યા છે નાખો એક નજર...

 આ ટ્વીટમાં રામદેવ બાબાના રિએક્શન કેવા હશે તે વિશે મીમ બનાવવામાં આવ્યું છે.

બાબા રામદેવની તસવીર સાથે મને બધું જ આવડે છે એવું મીમ દર્શાવાયું છે.

પતંજલિ કંપનીનું નામ આઇપીએલ સ્પૉન્સરશિપ માટે આવ્યા બાદ અન્ય કંપનીઓ શું વિચારતી હશે તેવો વીડિયો ટ્વીટ કરી મીમ બનાવાયું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK