અઝહરુદ્દીનનો દીકરો અને સાનિયાની બહેન ડિસેમ્બરમાં કરશે નિકાહ

Published: 8th October, 2019 16:04 IST | મુંબઈ ડેસ્ક

અનમ ડિસેમ્બરમાં લગ્ન કરી રહી છે. અમે હાલમાં જ પૅરિસથી તેની બૅચલર ટ્રિપ પરથી આવ્યાં છીએ. અમે તેના માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.

ટેનિસ સ્ટાર પ્લેયર સાનિયા મિર્ઝાની બહેન અનમ મિર્ઝા અને ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનનો દીકરો અસદ અઝરુદ્દીન ડિસેમ્બરમાં નિકાહ કરશે. આ વાતની જાણકારી ખુદ સાનિયાએ આપી છે. અનમની બૅચલર પાર્ટી માટે તેઓ પૅરિસ ગયાં હતાં ત્યાંથી આવ્યાં બાદ લગ્નનો મહિનો જાહેર કરવામાં આવ્યો છે. અનમના આ બીજા નિકાહ છે. હૈદરાબાદના ઉદ્યોગપતિ અકબર રશીદ સાથે તેણે ૨૦૦૮માં છૂટાછેડા લીધા હતા. લગ્ન વિશે પૂછતાં સાનિયાએ કહ્યું હતું કે ‘અનમ ડિસેમ્બરમાં લગ્ન કરી રહી છે. અમે હાલમાં જ પૅરિસથી તેની બૅચલર ટ્રિપ પરથી આવ્યાં છીએ. અમે તેના માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK