Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયા ઍશિઝ જીતતી હોય તો બેન્ચ પર બેસીને જોવા તૈયાર છે મિચલ

ઑસ્ટ્રેલિયા ઍશિઝ જીતતી હોય તો બેન્ચ પર બેસીને જોવા તૈયાર છે મિચલ

11 August, 2019 01:53 PM IST | વર્સેસ્ટર

ઑસ્ટ્રેલિયા ઍશિઝ જીતતી હોય તો બેન્ચ પર બેસીને જોવા તૈયાર છે મિચલ

મિચલ સ્ટાર્ક

મિચલ સ્ટાર્ક


ઑસ્ટ્રેલિયાના પેસ બોલર મિચલ સ્ટાર્કે ચોખવટ કરતાં કહ્યું કે પ્લેઇંગ ઇલેવનમાં આવવું એ મારા માટે પ્રાયોરિટી નથી. હું મારી ટીમ માટે બેન્ચ પર બેસીને ઍશિઝ જીતતી જોવા પણ તૈયાર છું. બર્મિંગહૅમ ટેસ્ટ જીતીને ટિમ પેનની ટીમે ઍશિઝ સિરીઝમાં ૧-૦ની લીડ લઈ લીધી છે. બીજી ઍશિઝ ટેસ્ટ મૅચ લૉર્ડ‍્સમાં બુધવારથી રમાશે. સ્ટાર્કે મીડિયાને કહ્યું હતું કે ‘અમે ઇંગ્લૅન્ડમાં ઍશિઝ જીતવા આવ્યા છીએ, પાર્કમાં આંટો મારવા નહીં. અલગ બોલિંગ-અટૅક હોય કે પછી પાંચ ટેસ્ટમાં એક જ બોલિંગ-અટૅક હોય, મુકાબલો રસપ્રદ રહેશે.

આ પણ વાંચો : ઇન્ડિયા સામેની વેસ્ટ ઇન્ડીઝની ટેસ્ટ ટીમમાંથી ગેઇલ આઉટ



જેમ્સ પેટિનસન અને પૅટ કમિન્સ પહેલાંની જેમ ધારદાર બોલિંગ કરી રહ્યા છે. તેઓ ફિટ થઈને ફરીથી ટેસ્ટમાં શાનદાર બોલિંગ કરી રહ્યા છે, બન્ને ફૅન્ટૅસ્ટિક છે. ફિટ થઈને ફરીથી ટેસ્ટ ક્રિકેટમાં કમબૅક કરવું એ સ્પેશ્યલ છે. જોશ હેઝલવુડ અને હું આ બન્ને પેસ બોલરો સાથે અને સામે રમીને મોટા થયા છીએ. સાથીખેલાડીઓને ફરીથી બેગી-ગ્રીન કૅપમાં જોતાં ઘણો આનંદ થઈ રહ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2019 01:53 PM IST | વર્સેસ્ટર

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK